Bollywood

જ્યારે આ 5 ફિલ્મોના કપડાને જોઈને મનમાં વિચાર આવ્યો- આ ને ક્યારેય ન પહેરતા

આ 5 અભિનેત્રીઓએ એવા એવા કપડાં પહેર્યા કે લોકો બોલ્યા આને મગજ છે કે નહિ…જુઓ તસ્વીરો

બૉલીવુડ ફિલ્મો અને ફેશન પુરી રીતે દર્શકોની પસંદ અને નાપસંદ પર નિર્ભર રહે છે. જ્યા ફિલ્મોની ફેશન ટ્રેન્ડ આવતા જ બજારમાં ધૂમ મચવા લાગે છે જ્યારે અમુક ફેશનને જોતા એવું લાગે કે આ ફેશન છે કે બીજું કઈ! આવો જણાવીએ એવી ફિલ્મો કે જેની ખરાબ ફેશન કે જે મજાકનો પાત્ર બની હતી.


1. કિસ્મત કનેક્શન:
વર્ષ 2008 માં રિલીઝ થયેલી વિદ્યા બાલન અને શાહિદ કપૂરની ફિલ્મ કિસ્મત કનેક્શનની ખરાબ ફેશન સ્ટાઇલ ખુબ ચર્ચાનો વિષય બની હતી. ઘુંટણની લંબાઈ વાળી ડ્રેસની નીચે લેગિંગ્સ પહેરવાથી લઈને ડબલ શર્ટ અને સાટન બ્લાઉઝ સુધી તેની ફેશન મજાકનો પાત્ર બની હતી.

2. ટશન:
ફિલ્મ ટશનમાં જ્યાં કરીના કપૂર પોતાના ઝીરો ફિગરને લીધે ખુબ ચર્ચામાં આવી હતી. જ્યારે      રંગબેરંગી નકલી વાળ લગાવવાથી લઈને ટાઈટ ફિટિંગ ડ્રેસ સુધી કરીનાએ એવી સ્ટાઇલ અપનાવી હતી કે દર્શકોએ તેની ખુબ આલોચના કરી હતી.

3. હૈ બૅબી:
વિદ્યા બાલને ફિલ્મ હૈ બૅબી માં ડેનિમ જીન્સ હોય કે પછી રેડ એન્ડ બ્લેક સાડી હોય ફિલ્મમાં તેની દરેક ફેશન સ્ટાઇલ એવી હતી કે તેને પહેરવાનું આપણે વિચારી પણ ન શકીએ.

4. દ્રોણા:
કોઈ નથી જાણતું કે આ ફિલ્મ શા માટે બની હતી અને ફિલ્મમાં અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરા શું કરી રહ્યા હતા. ફિલ્મમાં હેડ રેપ્સ, ફોરહેડ ચોકર્સ અને મેક્સી ડ્રેસ જેવા બકવાસ આઉટફીટ ફિલ્મને વધારે બેકાર બનાવી રહી હતી.

5. સિંઘ ઈઝ કિંગ:
જો કે ફિલ્મમાં કૈટરીનાએ પહેરેલુ ટૂંકું સ્કર્ટ અને સાડીએ ખુબ પ્રશંસા મેળવી હતી પણ ફિલ્મના અંતમાં કૈટરીનાએ પહેરેલા લગ્નના લહેંગાએ પુરી પ્રશંસા પર પાણી ફેરવી દીધું. બોટકટ ચોલીની સાથે જડાઉ લહેંગા આવી ફેશનબેલ ફિલ્મમાં ન જાણે શું વિચારીને રાખ્યું હશે.