Ajab Gajab

આ છે દુનિયાના સૌથી લાંબા પગ વાળી છોકરી, ગિનિસ બુક ઓફ વર્લ રેકોર્ડમાં નોંધાયું નામ

દુનિયામાં ઘણા લોકો એવા છે જે પોતાના ટેલેન્ટના દમ ઉપર દુનિયામાં મોટું નામ કરે છે અને અલગ અલગ કીર્તિમાનો પણ પોતાના નામે કરતા હોય છે. પરંતુ ઘણા લોકો ઉપર કુદરત પણ મહેરબાન હોય છે. કુદરત દ્વારા બક્ષવામાં આવેલી કેટલીક ખૂબીઓના કારણે તે વિશ્વ વિક્રમ બનાવી દેતા હોય છે.

એવી જ એક અમેરિકાની 17 વર્ષની છોકરી છે જેને પોતાના સૌથી લાંબા પગ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ છોકરી અમેરિકાના ટેક્સાસમાં રહે છે જેનું નામ મૈકી કયુરિન છે.

મૈકીની ઊંચાઈ 6 ફૂટ 10 ઇંચની છે. અને તેના પગ દુનિયામાં સૌથી લાંબા પગ છે. જેના કારણે તેને ગિનિસ બુકમાં નામ મળ્યું છે.

મૈકી કયુરિન રૂસના એકાતેરિના લિસિના દ્વારા આયોજિત 52.2 ઇંચના પાછળના રેકોર્ડને તોડીને આ રેકોર્ડ બનાવ્યો છે. મૈકીનો જમણો પગ 134.3 સેમી લાંબો છે અને ડાબો પગ 135.3 સેમી લાંબો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ પ્રમાણે મૈકીએ કહ્યું કે “જે લોકોના શરીર અસામાન્ય શારીરિક વિશેષતાઓ વાળું હોય છે તેમને શરમ ના કરવી જોઈએ. પોતાને સંતાડવા ના જોઈએ. આ રેકોર્ડ એ બધી જ મહિલાઓને પ્રેરિત કરશે જે લાંબી છે.”

પોતાની દીકરીના આ રેકોર્ડ ઉપર મૈકીની મા ખુબ જ ખુશ છે. તેને કહ્યું કે: “મને અનુભવ થયો કે તે અન્ય બાળકોની તુલનામાં લાંબી છે. જયારે તે લગભગ 18 મહિનાની હતી તારે તે 2 ફુટ 11 ઇંચની હતી.”

મૈકીને પોતાના લાંબા પગના કારણે ઘણી જ તકલીફો પણ થાય છે. પરંતુ તે તેનો ફાયદો પણ ઘણો જ ઉઠાવે છે. મૈકીની હાઈટ પણ પોતાના ઘરમાં સૌથી વધારે છે અને તે પોતાની માતા અને ભાઈના મુકાબલામાં તો ખુબ જ ઊંચી છે. મૈકી સોશિયલ મીડિયામાં પણ ઘણી જ પ્રખ્યાત છે.