Horoscope

સાપ્તાહિક લવ રાશિ ફળ (24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ), આ અઠવાડીએ ખુબ જ રોમાન્ટિક રહેવાના છે આ 6 રાશિના લોકો, વરસશે પ્રેમ

પ્રેમમાં ધીરજ રાખવી બહુ જ મોટી શક્તિ છે. અને આ શક્તિથી જ જીવન સુખમય બને છે. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે અને એકબીજા સાથે રિસાવું સામાન્ય બાબત છે. સંબંધોમાં ગ્રહોનું મોટું યોગદાન છે. જો ગ્રહ અનુકૂળ હોય તો પ્રેમ જીવન પણ સુખમય હોય છે. પરંતુ જ્યારે ગ્રહો ખોટા પડે ત્યારે લાઈફમાં થોડી ખટાશ આવે છે. આ અઠવાડીએ પણ કેટલીક રાશિઓના જીવનમાં પ્રેમમાં મધુરતા આવવાના ગ્રહ બની રહ્યા છે. તો કેટલીક રાશિઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. ચાલો જોઈએ આ અઠવાડિયાનું લવ રાશિ ફળ.

1. મેષ રાશિ: (કંઈક બદલાવ વિશે વિચારશે)
મેષ રાશિના જાતકોને પ્રેમ સંબંધમાં આ અઠવાડીએ સાધારણ બદલાવ જોવા મળશે. તમને કોઈ જગ્યાને લઈને પણ પોતાના સાથી સાથે બદલાવ કરવા ઈચ્છી શકો છો. અથવા તો જીવનમાં કોઈ બદલાવ લાવવાનું મન બનાવી શકો છો. સપ્તાહના અંતમાં બેચેની વધશે અને બની શકે છે કે તમારો સાથી તમારી અપેક્ષામાં ખરું ના પણ ઉતરે.

2. વૃષભ રાશિ: (વિવાહ જીવનમાં સુખની અનુભૂતિ થશે.)
આ અઠવાડીએ તમારા લવ લાઈફમાં રોમાન્સ ધીમે ધીમે પદાર્પણ કરશે. તમારી સમાજ અને આદર વધશે. અને સપ્તાહના અંતમાં આંતરિક પ્રેમ ગાઢ બનશે. અઠવાડિયાના અંતમાં કોઈ ઘરડી વ્યક્તિના આશીર્વાદ તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવશે. પાર્ટનર સાથે હરવા ફરવાનો પલાણ બની શકે છે. વિવાહિક જીવનમાં સુખની અનુભૂતિ થશે.

3. મિથુન રાશિ: (લવ લાઈફમાં શાંતિ આવશે)
સપ્તાહની શરૂઆતમાં તમે તમારી લવ લાઈફને લઈને ખુબ જ ચિંતામાં રહી શકો છો. આ તણાવ તમારી ઊંઘમાં પણ અવરોધ પહોંચાશે. જો કે સપ્તાહના છેલ્લા ચરણમાં પ્રેમ સંબંધ મજબૂત બનશે અને જીવનમાં શાંતિ આવશે. કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. લવ લાઈફને સુંદર બનાવવા માટે કોઈ મોટા પગલાં લઇ શકો છો.

4. કર્ક રાશિ: (આંતરિક પ્રેમ બનેલો રહેશે)
પ્રેમ સંબંધમાં આ અઠવાડીએ ખુબ જ શાંતિ આવતી દેખાઈ રહી છે. જીવનમાં ખુશીઓ પ્રવેશ કરશે અને તમારા જીવન સાથી દ્વારા ખુબ જ પ્રેમ મળશે. સપ્તાહના અંતમાં સ્થિતિઓ થોડી ઢીલી પડતી દેખાઈ શકે છે. પરંતુ આંતરિક પ્રેમ બની રહેશે. સાથે જ કોઈપણ સંદેશ મોકલતા પહેલા એકવાર સારી રીતે વાંચી લેવો નહિ તો મિસ અન્ડરસ્ટેન્ડિંગ વધી શકે છે.

5. સિંહ રાશિ: (સંબંધોમાં કંઈક નવીનતા આવશે)
આ અઠવાડીએ તમે ભાવનાત્મક રીતે ખુબ જ કઠિન સમય પસાર કરશો અને પોતાની લવ લાઈફને લઈને જીવનમાં કેટલીક ચિંતાઓ વધી શકે છે. આ સપ્તાહ ભાવનાત્મક રીતે થોડું કઠિન રહેશે. પરંતુ સંયમ દ્વારા સ્થિતિઓને તમારા અનુકૂળ બનાવી શકશો. પોતાના સંબંધોમાં કંઈક નવીનતા લઈને આવવી જેના કારણે શણતી વધુ રહેશે.

6. કન્યા રાશિ: (પ[રેમ સંબંધમાં છે કષ્ટની આશંકા):
અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારી લવ લાઈફને લઈને ખુબ જ ચિંતાથી ઘેરાયેલા રહેશો અને એકલતા અનુભવશો. પોતાની ભાવનાને અભિવ્યક્ત કરવામાં અચકાશો અને તેના કારણે પ્રેમ સંબંધમાં કષ્ટ આવવાની શક્યતા છે. અઠવાડિયાના અંતમાં વાતચીત દ્વારા સ્થિતિને સાચવવી, જીવનમાં સુખ પ્રાપ્ત થશે.

7. તુલા રાશિ: ( લવ લાઈફ રોમેન્ટિક રહેશે):
પ્રેમ સંબંધો મજબૂત થશે અને આંતરિક પ્રેમ વળશે. આ અઠવાડિયું તમારી લવ લાઈફ માટે ખુબ જ અનુકૂળ છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે.પોતાના નિર્ણય ઉપર અડગ રહેશો તો લવ લાઈફ રોમાન્ટિક તો રહેશે જ સાથે જ સુખ શાંતિ પણ અનુભવશો.

8. વૃશ્ચિક રાશિ: (જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે.)
પ્રેમ સંબંધમાં કોઈપણ લેખિત વાતચીતને સમજી વિચારીને મોકલવી નહીં તો નાની એવી ભૂલ, મોટી ગ઼લતફેમી પેદા કરી શકે છે. જેના કારણે માનસિક કષ્ટ થશે. અઠવાડિયાના અંતમાં ખુશીઓ જીવનમાં દસ્તક આપશે. સમય અનુકૂળ રહેશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. તમે તમારા સંબંધોમાં શાંતિ અનુભવશો.

9. ધન રાશિ: (નકારાત્મક વિચારોથી દૂર રહેવું)
પ્રેમ સંબંધમાં કરવામાં આવેલા વાયદાઓને અઠવાડિયું પૂરું થતા તેના ઉપ્પર અમલ કરવાનો પ્રયત્ન પણ નહીં કરો. સંયમથી કામ લેશો તો લવ લાઈફમાં સફળતા મળશે અને પ્રેમ સંબંધ પણ મજબૂત બનશે. નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો લાઈફનું સંચાલન સારી રીતે કરી શકશો. અઠવાડિયાના અંતમાં તણાવ વધી શકે છે અને માનસિક કષ્ટ પણ વધશે.

10. મકર રાશિ:
અઠવાડિયાની શરૂઆતમાં રોમાન્સ પદાર્પણ કરશો અને પ્રેમ સંબંધમાં સ્થિતિઓ ધીમે ધીમે સુધરશે. અઠવાડિયાના બીજા ચરણમાં તમારા જીવનમાં પ્રેમનું પદાર્પણ થશે. ઘણી વી શરૂઆત થશે અને સમય અનુકૂળ રહેશે. કોઈ વૃઘ્ધની તમને આ મામલામાં મદદ મળી શકે છે. સાથે જ તમે કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત કરશો.

11. કુંભ રાશિ: (જીવનમાં આવી શકે છે મુશ્કેલીઓ)
પ્રેમ સંબંધમાં થોડું ફોકસ કરવાની આવશ્યકતા છે. આ અઠવાડીએ તમે પોતાના જીવનમાં ખુબ જ વ્યસ્ત રહેશો. જેના કારણે આ તરફ તમારું વધારે ધ્યાન નહિ હોય અને લવ લાઈફમાં તેના લીધે થોડી મુશ્કેલી આવશે.

12. મીન રાશિ: (સ્થિતિઓ અનુકૂળ થતી જશે.)
અઠવાડિયાની શરૂઆત તમે પોતાની લવ લાઈફને લઈને ખુબ જ પઝેસિવ નજર આવશો. થોડું રિલેક્સ થઇ ગયા બાદ સ્થિતિઓ અનુકૂળ થતી જશે અને આંતરિક પ્રેમ વધશે. સપ્તાહના અંતમાં તમારા તરફથી વધારે પ્રયાસ કરવાની જરૂર છે. તમારું પ્રેમી ખુશી માટે બધી જ હદ પર કરવા માટે પણ તૈયાર રહેશે. ક્યાંક ફરવા પણ જઈ શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.