Health tips

શું તમારામાં પણ છે વિટામિન બી-12ની ઉણપ ? તો આ વસ્તુઓના સેવનથી કરી શકશો દૂર

વિટામીન બી 12 આપણા શરીરમાં ઘણી બધી રીતે કામ કરે છે આપણા ડી.એન.એ અને લાલ રક્ત કોશિકાઓ અને બનાવવા માટે મદદરૂપ છે.

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં વિટામીન બી 12 હોવું આવશ્યક છે. આપણે દરરોજ એ જેટલા પણ તત્વ આહારમાં લઈએ છે એમાંથી આપણને વિટામીન પ્રાપ્ત થઈ જાય છે પરંતુ બી 12 એવું વિટામિન છે જે આપણને આહાર ખૂબ જ ઓછા માત્રામાં મળે છે. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે બી 12 ખૂબ જ જરૂરી છે.

બી 12 કમીના કારણે એનિમિયા જેવી બીમારી થાય છે તેમ જ આપણી તંત્રિકાઓને નુકસાન પણ પહોંચે છે. આજે અમે તમને જણાવીશું કે વિટામિન બી-12ની ઉણપને કેવી રીતે પૂર્ણ કરી શકાય છે.

1. બ્રોકલી:
તમે તમારા આહારની અંદર બ્રૉકલીને સામેલ કરી શકો છો. જો કે તે દરેક વ્યક્તિને પસંદ નથી આવતી તે છતાં પણ તેનું સેવન કરવું ફાયદાકારક છે. બ્રોકલીમાં વિટામિન 12ની સાથે ફોલેટ હોય છે. જે શરીરમાં હીમોગ્લોબિનની ઉણપ નથી આવવા દેતું.

2. દૂધ: 
દૂધનું સેવન પણ તમારા શરીરમાં વિટામિન બી 12ની ઉણપ દૂર કરે છે. કેલ્શિયમની સાથે સાથે દૂધમાં ભરપૂર માત્રામાં વિટામિન બી 12 મળી આવે છે. તમે ઈચ્છો તો દૂધ અને દહીંનું પણ સેવન કરી શકો છો.

3. ઈંડા:
ઈંડાની અંદર પણ પ્રોટીન ઉપરાંત વિટામિન ડી મળી આવે છે. આ ઉપરાંત તેનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ઈંડાને વિટામિન બી-12નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે તમે તમારા ડાયટમાં ઈંડાનું સેવન કરી શકો છો.