Latest News

જાણો શું કરે છે મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ વિમલ અંબાણી

ધીરુભાઈ અંબાણીએ આ વ્યક્તિના નામ ઉપર શરૂ કરી હતી ટેક્સટાઇલ બ્રાન્ડ, રસપ્રદ લેખ

એક એવો સમય હતો જયારે વિમલ બ્રાન્ડના કપડાનો કારોબાર કરવા વાળા રિલાયન્સ હવે પેટ્રોકેમિકલ્સથી લઈને રિટેલ સુધી પોતાના પગ જમાવી ચૂક્યું છે. પરંતુ તેમને શરૂઆતી સમયમાં ટેક્સ્ટાઇલના વ્યવસાયમાં જ સફળતા મળી હતી. ધીરુભાઈ અંબાણીએ આ વિમલ બ્રાન્ડની સ્થાપના તેમના ભત્રીજા વિમલના નામ ઉપર કરી હતી. આ નામ તો એ સમયના દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. પરંતુ વિમલ અંબાણી વિશે ઘણા જ ઓછા લોકો જાણે છે.

હાલમાં તે ટાવર ઓવરસીસઝ લિમિટેડના હેડ છે. 24 વર્ષ પહેલા તેમને આ કંપનીની શરૂઆત કરી હતી. આ કંપની રિયલ એસ્ટેટ ઈન્વેસમેન્ટ, સ્ટોક, બ્રોકરેજ, સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં કામ કરે છે. આ પહેલા તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેક્સ્ટાઇલ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવની જગ્યા ઉપર રહીને કામકાજ જોતા હતા.

ટાવર ઓવરસીઝ ઉપરાંત વિમલ અંબાણી ઘણી કંપનીઓ સાથે જોડાયેલા છે. ટેક્સ્ટાઇલ અને લેધર ગુડ્સનું કામ કરવા વાળી કંપની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના તે ગેર-કાર્યકારી અગ્રણી છે. આ ઉપરાંત તે બીજી અન્ય કંપનીઓના ડાયરેક્ટર પણ છે.

ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણીક અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ ઉપર વિમલની શરઆત 1970માં અમદાવાદના નરોડામાં થઈ હતી.  એની સ્થાપનામાં વિમલ અંબાણીના પિતા રમણીક અંબાણીનું પણ મહત્વનું યોગદાન હતું. 28 જુલાઈ, 2020ના રોજ રમણિકભાઈનું 75 વર્ષની વયે નિધન થયું.

રમણીકભાઇ અંબાણી 2014 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડનો ભાગ હતા. 90 વર્ષની  ઉંમરમાં તેમના બોર્ડમાંથી નીકળવા બાદ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને બોર્ડમાં જોડવામાં આવ્યા. વિમલ અંબાણી વિશેની એ વાત પણ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમની બહેન ઈલાના લગ્ન રાજનેતા સૌરભ પટેલ સાથે થયા છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે. વિમલ ઉપરાંત રમણીક ભાઈની ત્રણ દીકરીઓ હતી જેમના નામ નીતા, મીના અને ઈલા છે.

ધીરુભાઈ અંબાણીના ત્રણ ભાઈ હતા. જેમાં સૌથી મોટા રમણીકભાઇ અંબાણી, તેમનાથી નાના ધીરુભાઈ અંબાણી, અને ત્રીજા નાથુભાઈ અંબાણી હતા. ધીરુભાઈની બે બહેનો હતી. ત્રિલોચન અને જસુમતી બેન. આઝાદી પછી દેશમાં સ્થાપિત થયેલા મોટા કારોબારી ઘરાનામાં એક રિલાયન્સને સફળતા 1970ના દશકમાં જ માલવાનની શરૂ થઇ હતી. જયારે કંપનીએ વિમલ બ્રાન્ડ સાથે ટેક્સ્ટાઇલ માર્કેટમાં દખલ કરી હતી.