Latest News

વધારે પડતો ઉકાળો પીવાના કારણે થઈ શકે છે આ બીમારીઓ, જાણો શું થાય છે નુકશાન

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાવવાની સાથે લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં લાગી ગયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ઝડપથી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વધારે પ્રમાણમાં ઉકાળો પીવા લાગી ગયા છે અને તેના કારણે તેના દુષ્પરિણામ પણ સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે વધારે માત્રમાં ઉકાળો પીવાના કારણે પેટ સાથે જોડાયેલી બીમારીઓ વધી શકે છે અને તેનાથી લીવરના દર્દીઓ પણ વધી રહ્યા છે. માટે વધારે પ્રમાણમાં ઉકાળો પીવો એ પણ નુકશાન કારક છે.

સોશિયલ મીડિયા ઉપર આપવામાં આવી રહેલી અધઃ-કચરી સૂચનોના ભરોસે લોકો ઔષધીય ઉકાળો અને ઔષધીય ગુણો વાળા મસાલાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી રહ્યા છે જેના કારણે એક નવા જ પ્રકારની મુશ્કેલી ઉભી થઇ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉકાળાની અંદર વપરાતી વસ્તુઓ જેવી કે, કાળા મરી,  ગિલોય, દાલચીની, લસણ અને એલોવીરા જેવી વસ્તુઓના ઉપયોગની સાચી માત્રા લોકોને ખબર નથી. જેના કારણે લોકો તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને પોતાના શરીર સાથે જ ચેડાં કરી રહ્યા છે. ડોક્ટર પાસે જઈને લોકો પેટના દુઃખાવા, કબ્જ જેવી ફરિયાદો કરી રહ્યા છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ના કરો ઉતાવળ:
ડોકટરોનું પણ કહેવું છે કે કોઈપણ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ રાતોરાત નથી વધી જતી. પરંતુ નિયમિત દિનચર્યા, વ્યાયામ અને પોષ્ટીક અને સુપાચ્ય ભોજનના સેવનથી ધીરે ધીરે વધે છે. કોઈને જો લાગે છે કે તેને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે તો તેને પોતાના નજીકના ડોક્ટર, વૈદ્ય કે આયુર્વેદના જાણકારની સલાહ લેવી. દરેક વ્યક્તિના વજન અને ઉંમર અનુસાર સેવન કરવાની વસ્તુઓનું પ્રમાણ અને સમય બદલાતો રહે છે. એટલા માટે કોઈપણ વિશેષજ્ઞની સલાહ લીધા વિના કોઈપણ દવાનું સેવન ના કરવું.

દાલચીનીથી થાય છે લિવરનું નુકશાન:
ડાયટિશિયન અને આયુર્વેદના જાણકારોનું કહેવું છે કે દાલચીનીમાં હેપેટોક્સીન નામનું તત્વ હોય છે જેનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. દાલચીની સૂંઠ અને લવીંગનું યોગ્ય પ્રમાણ જ સંક્ર્મણમાં લાભદાયક છે. પરંતુ અધૂરી જાણકારીના કારણે તે નુકશાનકારક પણ બની શકે છે.

સલાહ લીધા વગર ના લેવો ઉકાળો:
વશેષજ્ઞોનુ કહેવું છે કે સંતુલિત માત્રાના તત્વોથી બનેલો ઉકાળો જ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. પરંતુ તેનું સેવન વૈદની સલાહ લઈને જ કરવું જોઈએ. વધારે પડતું ઉકાળાનું સેવન તમને નુકશાન પહોંચવી શકે છે. ઉકાળાનું પ્રમાણ મહિલાઓ, પુરુષો અને બાળકો માટે અલગ અલગ હોઈ શકે છે. માટે તેના વિશેની પ્રાથમિક જાણકારી મેળવી લેવી. ત્યારબાદ જ ઉકાળા જેવી કોઈ દવાનું સેવન કરવું.