Bollywood

નાની વહુ ટીના અંબાણીને યાદ આવ્યા સાસુ-સસરા અને ફેમિલી, જુઓ ક્યારેય ન જોયેલી તસ્વીરો

અત્યારે અનિલ અંબાણી કરોડોના દેવામાં છે ત્યારે ટીના અંબાણીએ શેર કરી પરિવાર સાથેની તસવીરો, લખ્યું કે

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પણ ખુબ જ ચર્ચામાં રહે છે.

ટીના અંબાણીનો જન્મ ભારત દેશની આર્થિક રાજધાની તથા મહારાષ્ટ્ર સ્ટેટની રાજધાનીના શહેર કહેવાતી મુંબઈ ખાતે અગિયારમી ફેબ્રુઆરી, 1957 ના રોજ થયો હતો. અત્યારે તેમને ટીના અંબાણી તરીકે ઓળખાય છે અને ઘણાં સેવા સંગઠનો અને સખાવતી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ હોદ્દાઓ દ્વારા સંકળાયેલા છે. તેણીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે અને તેમને અણમોલ તથા આશુંલ નામના બે દીકરા છે.

ટીના અંબાણી એક અભિનેત્રી હતી ત્યારે તેનું નામ ટીના મુનીમ હતું પરંતુ અનિલ અંબાણીનું દિલ ટીના ઉપર આવી ગયું અને તેની સાથે લગ્ન કરીને તે અત્યારે સુખી જીવન વિતાવી રહી છે.

ટીના અંબાણી પોતાના પરિવારને પણ ઘણો જ પ્રેમ કરે છે., વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ટીનાએ પોતાના પરિવાર સાથે વિતાવેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ટીના એ પતિ અનિલ અંબાણી, દીકરી અને માતા સહિતના પરિવારજનોની તસવીરો શેર કરી હતી.

ટીના અંબાણીએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક ફોટો સાથેનો એક વિડીયો બનાવી શેર કર્યો છે. જેની શરૂઆતમાં તે અનિલ અંબાણીની આંખોમાં જોતી નજર આવે છે. ત્યારબાદ તેમાં તેના સાસુ સસરા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત તેના દીકરા જય અનમોલ અને જાય અંશુલ, ભત્રીજી ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ઘણા મિત્રોની પણ તસવીરો જોવા મળે છે.

ટીનાએ પોતાની આ પોસ્ટની અડનાર કેપશનમાં લખ્યું છે કે “દરેક ક્લિક એક મેમોરીને સુરક્ષિત રાખે છે. દરેક ફોટો એક વાર્તા કહે છે. દરેક ઇમેજ ટાઈમને પણ ફ્રિજ કરી દે છે. કારણ કે જીવવનમાં સતત બદલાવ આવે છે.”

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

સોશિયલ મીડિયા ઉપર યુઝર્સને ટીનાનો આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેની અંદર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. બધા જ ટીનાના વખાણ કરી રહ્યા છે અને તેની યાદોને સુંદર પણ જણાવી રહ્યા છે.