Bollywood

બોલીવુડના આ 5 સ્ટાઈલિશ કપલની સ્ટાઇલના થઇ જશો દીવાના, જુઓ સુંદર તસ્વીરો

બૉલીવુડ ફેશન અને સ્તાઈલથી ભરેલું છે. મોટાભાગે લોકો કલાકારોની સ્ટાઇલનું અનુકરણ કરવાનું પસંદ કરે છે. એવામાં આજે અમે તમને બોલીવુડની એવી જ સ્ટાઈલિશ જોડી વિશે જણાવીશું જેની સ્ટાઇલ અને અને ફેશન દરેક કોઈને લુભાવી જાય છે.

1. શાહિદ કપૂર-મીરા રાજપૂત:
શાહિદ અને મીરાની જોડી બોલીવુડની સૌથી ક્યૂટેસ્ટ અને રોમેન્ટિક કપલમાની એક છે. બંન્નેની ડ્રેસિંગ સ્ટાઇલ પણ ખુબ જ લાજવાબ છે. મીરા ફેશનની બાબતમાં બોલીવુડની અભિનેત્રીને પણ ટક્કર આપે છે.

2. સૈફ અલી ખાન-કરીના કપૂર:
પટૌડીના નવાબ અને બેગમ સૈફ અને કરીનાની ફેશન સ્ટાઇલના તો દરેક કોઈ દીવાના હશે. બંન્નેની જોડી દર્શકોને ખુબ પસંદ આવે છે. પાર્ટી કે ઇવેન્ટમાં બંન્ને લાજવાબ સ્ટાઈલમાં જોવા મળે છે.

3. અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય:
બચ્ચન ખાનદાનનો દીકરો અભિષેક અને વહુ ઐશ્વર્યા રાય બોલીવુડના સુંદર અને સ્ટાઇલીશ કપલમાના એક છે.ઐશ્વર્યાની સ્ટાઇલ પર તો દરેક કોઈ ઘાયલ હશે. આ સુંદર જોડી ખુબ લુભાવનારી છે.

4. શાહરુખ ખાન-ગૌરી ખાન:
શાહરુખ અને ગૌરીની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવે છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં લાજવાબ અવતારામાં જોવા મળે છે. તેની સ્ટાઇલ દરેકને પસંદ આવે છે.

5. અક્ષય કુમાર-ટ્વીન્કલ ખન્ના:
અક્ષય ટ્વીન્કલની જોડી લોકોને ખુબ જ પસંદ આવે છે. સ્ટાઈલની બાબતમાં આ જોડી બાકીની જોડીથી કમ નથી.