Bollywood

અક્ષયથી સૈફ સહીત 10 સ્ટાર પર આવ્યું હતું મોટા ઘરની છોકરીઓ પર દિલ, કોઈએ કર્યા લગ્ન તો કોઈનું દિલ તૂટ્યું

10 અભિનેતાઓએ કરોડોપતિ ઘરની દીકરીઓ સાથે લગ્ન કર્યા, 7 નંબર તો…

હજુ પણ દેશભરમાં કોરોનાની મહામારી ચાલુ જ છે. આ વાયરસની ઝપેટે ઘણા લોકો આવી ચુક્યા છે. સરકારે લોકોની સુવિધા માટે અનલોકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેલેબ્સ પણ ઓછા જ બહાર નીકળે છે.સેલેબ્સથી જોડાયેલ થ્રોબેક તસ્વીર અને અનેક વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અક્ષય કુમાર, અજય દેવગન અને અભિષેક બચ્ચન સહિત અનેક સેલેબ્સ સાથે સંકળાયેલ એક કિસ્સો વાઇરલ થઈ રહ્યો છે. આ તે સેલેબ્સ જેનું દિલ ફિલ્મની દિગ્ગ્જ દીકરીઓ પર આવ્યું હતું. આ પૈકી કેટલાક લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા પણ કેટલાંકના સંબંધો પહેલા જ તૂટી ગયો હતો.

1.અક્ષયકુમાર અને ટ્વીન્કલ ખન્ના 

અક્ષય કુમારને ઘણી એક્ટ્રેસઓ સાથે અફેર હતું પણ આખરે તેણે સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા. તો બીજી તરફ સૈફ અલી ખાન ખુદ નવાબના પરિવારનો હોય તેને શોમેનના નામથી પ્રખ્યાત રાજ કપૂરની પૌત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.

2.અર્પિતા અને આયુષ શર્મા
સલમાન ખાનની બહેન અર્પિતાનો સાથે આયુષ શર્માઆ લગ્ન કરીને સલીમ ખાનનો જમાઈ બન્યો હતો. આયુષ રાજનૈતિક પરિવારમાંથી આવે છે.

3.અભિષેક- કરીના કપૂર 

અભિષેક બચ્ચન કપૂર પરિવારનો જમાઈ બનવાનો હતો. તેણે કપૂર પરિવારની પુત્રી કરિશ્મા કપૂર સાથે પણ સગાઇ કરી હતી, પરંતુ આ સંબંધ બંધાતા પહેલા તૂટી ગયો હતો. ત્યારબાદ અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા.

4.કૃણાલ ખેમુ-સોહા
કૃણાલ ખેમુએ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા. સોહા નવાબી પરિવારની છે. તેની માતા શર્મિલા ટાગોર તેમના સમયની સુપરસ્ટાર રહી છે.

5. કૃણાલ કપૂર-નૈના બચ્ચન
રંગ દે બસંતી ફેમ એક્ટર કૃણાલ કપૂર અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચનના જમાઈ છે. તેણે અમિતાભની ભત્રીજી નૈના બચ્ચન સાથે લગ્ન કર્યા છે.

6.અર્પિતા-અર્જુન કપૂર 

અર્જુન કપૂર પણ સલમાન ખાનના પરિવારના જમાઈ હોવાનું માનવામાં આવતું હતું. સલમાનની બહેન અર્પિતા ખાન સાથે તેનું અફેર હતું. પરંતુ કોઈ કારણોસર આ સંબંધ તૂટી ગયો અને ત્યારબાદ અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા. અર્જુન હવે મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે.

7.અજય- કાજોલ
અજય દેવગનના અફેરના કિસ્સા ઓછા નથી. તેણે જાણીતા ફિલ્મ પરિવારની પુત્રી કાજોલ સાથે લગ્ન કર્યા.

8.ન્રમતા દત્ત અને કુમાર ગૌરવ
કુમાર ગૌરવે સુનીલ દત્તની પુત્રી નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા અને તે દત્ત પરિવારના જમાઈ બન્યા. કુમાર ગૌરવ જ્યુબિલી સ્ટારના નામથી પ્રખ્યાત અભિનેતા રાજેન્દ્ર કુમારનો પુત્ર છે.

9.અતુલ અગ્નિહોત્રી-અલવીરા ખાન

એક્ટર-પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીએ સલમાન ખાનની બહેન અલવીરા ખાન સાથે પણ લગ્ન કર્યા.

10.ધનુષ 
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ ફિલ્મ સ્ટાર અને નિર્માતા ધનુષ છે.