Bollywood

28 વર્ષની થઇ ટીવીની પાર્વતી, ક્યારેક બિકીની તસ્વીર પોસ્ટ કરવાને લીધે લોકોએ ઉડાવ્યો હતો મજાક

ટીવીની પાર્વતીની આ 7 તસ્વીરો જોઈને મન ડગમગી જશે

ટીવી સીરયિલ દેવો કે દેવ મહાદેવ દ્વારા નામના મેળવનારી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા ગઈ કાલે એટલે કે 3 ડિસેમ્બરના રોજ 28 વર્ષની થઇ ચુકી છે. વર્ષ 1992માં મુંબઈના જન્મેલી સોનાલિકા ટીવીમાં ભલે સામાન્ય દેખાતી હોય પણ અસલ જીવનમાં તે એકદમ બોલ્ડ છે. આજે તેના જન્મદિસવના ખાસ મૌકા પર તમને સોનારિકાની જીવનશૈલી વિશે જણાવીશું.

સોનારિકાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2011 માં તુમ દેના સાથ મેરા ટીવી શો દ્વારા કરી હતી પણ તેને સાચી ઓળખ અને લોકપ્રિયતા દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી.સોનારિકા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

સોનારિકાના પિતા કન્સ્ટ્રક્શન બિઝનેસ કરે છે જ્યારે માતા હાઉસવાઈફ છે. સોનારિકાનું બેકગ્રાઉન્ડ ટીવી સાથે જોડાયેલું ન હતું છતાં પણ તેણે અભિનયની દુનિયામાં નામ કમાવી લીધું. અભિનયની સાથે સાથે સોનારિકા મૉડેલિંગ દુનિયાનો પણ હિસ્સો છે.

પાર્વતીના કિરદાર પછી સોનારિકા દાસ્તન-એ-મોહબ્બતમાં અનારકલીના કિરદારમાં જોવા મળી હતી,શોમાં અનારકલીની પ્રેમ કહાની દેખાડવામાં આવી હતી. જો કે અમુક સમય પછી આ શો બંધ થઇ ગયો હતો.

એક સમયે સોનારીકાએ પોતાની બિકીની પહેરેલી તસ્વીર પોસ્ટ કરી હતી જેના પર યુઝરો ખુબ ભડક્યા હતા અને મજાક પણ બનાવવામાં આવ્યો હતો. લોકોનું કહેવું હતું કે તેણે સ્ક્રીન પર પાર્વતીનો રોલ કર્યો છે, માટે તેણે બિકીની તસ્વીર શેર ન કરવી જોઈએ.

જેના પર સોનારિકાએ પણ બેજિજક જવાબ આપ્યો હતો. સોનારિકાએ કહ્યું કે,”હું નથી જાણતી કે આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ. વેસ્ટર્ન દેશોમાં લોકો બોડી શેમિંગની લડાઈ લડી રહ્યા છે અને આપણા દેશમાં એક યુવતીનું બિકીની પહેરવું ક્રાઇમ થઇ ગયું છે.અમુક સમય પહેલા જ મેં મારી બિકીની તસ્વીર શેર કરી હતી પણ મારે તેને ડીલીટ કરવી પડી”.

સોનારિકાએ આગળ કહ્યું કે,”મારે એટલા માટે મારી આ તસ્વીર ડીલીટ કરવી પડી કેમ કે લોકો મારો મજાક બનાવી રહ્યા હતા. જો કે હું તેની અવગણના કરી શકતી હતી, પણ મને લાગે છે કે હું એટલી મેચ્યોર નથી થઇ કે કોઈ નકારાત્મક્તાનો સામનો કરી શકું”.

જણાવી દઈએ કે સોનારિકાની પહેલી બૉલીવુડ ફિલ્મ વર્ષ 2016 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું નામ ‘સાંસે’ છે જે એક હોરર ફિલ્મ હતી, જેમાં તેની સાથે રજનીશ દુગ્ગલ પણ મુખ્ય કિરદારમાં હતા.

જ્યારે વર્ષ 2015 માં સોનારિકા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી ચુકી હતી. સોનારિકા પહેલી વાર સાઉથ ફિલ્મ ‘Jadoogadu’ માં જોવા મળી હતી અને તે જ વર્ષે તેની અન્ય ફિલ્મ સ્પીડોન્નોડુ રિલીઝ થઇ હતી”.