Health tips

જો તમને પણ આદુ વાળી ચા પીવાની ગમે છે ? તો પહેલા જાણી લો તેના નુકશાન વિશે પણ.. થાય છે આ મોટી તકલીફ…

આદુવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક નુકસાન, જલ્દી વાંચો નહિ તો ભરાઈ જશો

મોટાભાગના લોકોની સવાર ચાથી થતી હોય છે. ચા આપણા દેશના રાષ્ટ્રીય પીણાં જેવું છે. ઘણા લોકોને ચા પીધા વિના જાણે ફ્રેશનેસ આવતી જ નથી. અને ચામાં પણ આદુ મસાલા વાળી ચા પીવાના ઘણા લોકો શોખીન હોય છે. ખાસ કરીને હવે જયારે શિયાળાની શરૂઆત થશે ત્યારે મોટાભાગના લોકો આદુવાળી ચા પીવાનું વધારે પસંદ કરશે. પરંતુ આદુ વાળી ચા શરીર માટે નુકશાન કારક પણ બની શકે છે. ચાલો જોઈએ આદુ વાળી ચા પીવાના ગેરફાયદાઓ.

1. બ્લડ સુગર લેવલ થઇ શકે છે અનકંટ્રોલ:
જે લોકોનું બ્લડ સુગર લેવલ વધેલું છે તે લોકો માટે આદુ વાળી ચા પીવી ખુબ જ ફાયદાકારક છે. પરંતુ જે લોકોનું સુગર લેવલ ઓછું છે અને સામાન્યથી ઓછું રહે છે તો તેમને આદુ વાળી ચા પીવાથી બચવું જોઈએ. આદુના વધારે પડતા સેવનથી બ્લડ સુગર લેવલ ઓછું થઇ શકે છે. જેનાથી હાઇપો ગ્લાઈસિમિયાની સ્થિતિ પણ પેદા થઇ શકે છે.

2. એસીડીટી થવી:
આદુની સીમિત માત્રામાં લેવાથી તમને એસિડિટીમાં રાહત મળી શકે છે. પરંતુ તેને ચાની સાથે સેવન કરવાથી તમને એસીડીટીની સમસ્યા થઇ શકે છે. જરૂરિયાત કરતા વધારે લેવાથી પણ એસીડીટી થઇ શકે છે. શરીરમાં એસિડ વધારે બનાવ લાગે છે અને અને એસીડીટીની સમસ્યા થવા લાગે છે.

3. બ્લડ પ્રેશરનો ખતરો:
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર કે બીપીની સમસ્યા રહેતી હોય તેમને યોગ્ય રીતે આદુનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થઇ શકે છે. પરંતુ જેનું બ્લડ પ્રેશર લો અથવા ઓછું રહે છે. તેમને જો આદુને સેવન વધારે પ્રમાણમાં કર્યું તો તેમને બ્લડ પ્રેશરનો ખતરો વધી શકે છે.

4. ઊંઘ ઉડી જવી:
રાત્રે આદુ વાળી ચા પીવાથી બચવું જોઈએ. કેટલાક લોકો એમ વિચારે છે કે રાત્રે આદુ વાળી ચા પીવાથી ફાયદા થાય છે. પરંતુ એવું નથી. સુતા સમયે આદુ વાળી ચા પીવાથી તમારી ઊંઘ પણ ઉડી શકે છે.

5. છાતીમાં બળતરા થવી:
શિયાળાની અંદર આદુ વાળી ચા પીવાના કારણે તમને શરદી ખાંસીમાં લાભ મળી શકે છે સાથે જ ચામાં થોડું આદુ નાખીને પીવાથી તેનો સ્વાદ પણ વધી શકે છે. અને પાચન ક્રિયા પણ તંદુરસ્ત રહે છે,પરંતુ ઘણા લોકો ચાની અંદર જરૂરિયાત કરતા વધારે આદુ નાખીને ચા પીવે છે. તેનાથી છાતીમાં બળતરા થાય છે. કેટલાક લોકો છાતીમાં બળતરાની ફરિયાદ પણ કરે છે અને તેમની પાચન ક્રિયા પણ ખરાબ થઇ જાય છે.