Bollywood

કરોડપતિ બાપની લાડલી સારા ખાનનો પહેલો પ્રેમ આ છે…ફેન્સ સાથે શેર કરી આ વાત

સેફની લાડલીએ અંગત જીવનનું રાઝ છતું કર્યું, કહ્યું કોણ છે તેનો પહેલો પ્રેમ?

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક સારા અલી ખાન તેની ફેશનને કારણે તો ક્યારેક તસ્વીરણ લઈને ચર્ચામાં રહે છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે.

સારા અવારનવાર સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ સોશિયલ મીડિયામાં પહેલા પ્રેમનું રહસ્ય ખોલ્યું હતું.

લોકડાઉન દરમિયાન સારાએ સાઇકલિંગ, બર્થ ડે સેલિબ્રેશન અને ભાઈ ઈબ્રાહીમ સાથે મસ્તી કરતી તસ્વીર સોશીતલ મીડિયામાં શેર કરી હતી. હાલમાં તેને પોતાના પહેલા પ્રેમ વિષે પણ ફેન્સને જણાવ્યું હતું.

સારા અલી ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તસવીર શેર કરીને પોતાના પહેલા પ્રેમનો ખુલાસો કર્યો હતો. તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મારા જીવનનો પહેલો પ્રેમ, અને પછી તેમણે એક દિલનું ઇમોજી અને કેમેરાનું ઇમોજી શેર કર્યું છે. સારાએ વાતનો ખુલાસો નથી કર્યો કે હાલ તે કંઇ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

જણાવી દઈએ કે, સારા અલી ખાન તેની ફિલ્મોની સાથે-સાથે બોલ્ડ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા સારા અલી ખાને હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર પિંક બિકની પહેરેલો એક ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં સારો ખૂબ જ હોટ લાગી રહી હતી હતી.

સારા અલી ખાનની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ‘અતરંગી રે’ અને ‘કુલી નંબર વન’માં જોવા મળશે. સુપરસ્ટાર અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ ‘અત્રંગી રે’માં સારાની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. ‘કૂલી નંબર વન’ ની વાત કરીએ તો ડિરેક્ટર ડેવિડ ધવનની આ ફિલ્મમાં સારાના તેના પુત્ર વરુણ ધવનની વિરુદ્ધ સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ 1 મેના રોજ થિયેટરોમાં હિટ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી.