Bollywood

સૈફ અલી ખાનની દીકરીએ વાત કરી સૈફ અને અમૃતાના સંબંધો ઉપર, કહ્યું મા તેમનાથી અલગ થઇ પછી

કરીના કપૂરના હાલના પતિ સૈફ અલી ખાને પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કાર્ય હતા, તે બંનેને એક દીકરી પણ હતી જેનું નામ સારા આલીખાન છે. ગયા વર્ષે જ તેને બોલીવુડમાં પગ મુક્યો અને સાથે જ નામના પણ મેળવતી ગઈ, સાથે આજે તેની પાસે ઘણા પ્રોજેક્ટ પણ કામ કરવા માટે છે, હમણાં જ આવેલી ફિલ્મ “લવ આજકલ” રિલીઝ થઇ જેમાં સારાના કામની ચાહકોએ ખુબ પ્રસંશા કરી, તેની બીજી ફિલ્મ “કુલી નંબર 1” આવવાની છે.

હાલમાં કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં વર્તાઈ રહ્યો છે ત્યારે સારા પણ હાલમાં ઘરમાં જ બંધ છે. પરંતુ ઘરમાં બેસીને પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતા ચાહકો સુધી પહોંચી રહી છે. થોડા સમય પહેલા જ સારાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેને પોતાના અંગત જીવન તેમજ તેના માતા-પિતાના અંગત જીવન વિશે જણાવ્યું હતું.

સારાએ અમૃતા અને સૈફના જીવનને લઈને વાત કરી હતી, સારાએ કહ્યું હતું કે: “હું મારી માતાને ખુબ જ પ્રેમ કરું છું, અમે બંનેએ એકબીજા સાથે ખુબ જ સમય વિતાવ્યો છે, મને લાગે છે કે આપણે જયારે એકબીજાની સાથે હોઈએ છીએ ત્યારે આપણે પોતાની લાગણીઓ અને ભાવનાઓને વધુ સારી રીતે અભિવ્યક્ત કરી શકીએ છીએ.”

સારાએ આગળ જણાવ્યું હતું કે: “પિતાથી અલગ થયા પછી મારી માતાએ જ અમારી સંભાળ રાખી હતી, તે સિંગલ મધર હતી.” આજે હું મારા જીવનમાં જે કંઈપણ છું તે તેમના કારણે જ છું, તે મને દરેક દિવસે એવો અનુભવ કરાવતી હતી કે તે મને ખુબ જ પ્રેમ કરે છે.” હું મારા પિતા સાથે ના રહેતી તો મને મને તેમની લાગણીનો અનુભવ ના થતો.”

સારાએ તેના આ ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનના રસપ્રદ અનુભવો પણ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યા હતા, તેને કહ્યું હતું કે “મારા 10મણિ બોર્ડની પરીક્ષા હતી, હું મારી જવાબવહીની અંદર લવ અમૃતા સિંહ લખી દીધું હતું  અને બહાર આવી ગઈ હતી, ત્યારબાદ મેં મારી માને કહ્યું કે તમે જાતે જ વિચારો કે મને કેટલા નંબર મળ્યા હશે?”

સારા અલી ખાને પોતાના કેરિયરની શરૂઆત કેદારનાથ ફિલ્મથી કરી હતી, જેમાં તેને સુષાંક રાજપૂત સાથે કામ કર્યું હતું, આ ફિલ્લમમાં પણ તેને ખુબ વખાણ થયા હતા.