Bollywood

સારા અલી ખાને પુલમાં આપ્યો શાનદાર પોઝ, જોતા જ શરમાઈ જશો

બોલીવુડની ફેમસ અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મોની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ અને સાદગીને લીધે જાણવામાં આવે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને મોટાભાગે પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.

એવામાં એકવાર ફરીથી સારાએ પોતાની નવી તસ્વીર શેર કરી છે જેમાં તે પુલમાં ઉભેલી દેખાઈ રહી છે. જો કે બધાની નજર સારાએ લગાવેલી બ્લુ કાજલ પર પડી હતી. સારાની બ્લુ કાજલ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી હતી.

સારાએ પોતાની આ તસ્વીર સોશીયલ એકાઉન્ટ પર શેર કરી છે અને દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. સારાની આ તસ્વીર પર 5 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે અને કમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે.

તસ્વીરમાં સારાએ પિન્ક બિકીની પહેરી રાખી છે અને સ્કાઈ બ્લુ ઈયરરિંગ્સ અને બ્લુ કાજલમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે.

તસ્વીરને શેર કરીને સારાએ લખ્યું હતું કે,”મંડે બ્લુજ, બ્લુ હ્યુજ, કાજલ ઔર કૈક્ટસ કોઈ એક ને પસંદ ન કરી શકાય, માટે કોફીના દરમિયાન બંન્ને સાથે પોઝ આપી રહી છું”.

આ પહેલી વાર નથી તેની પહેલા પણ ઘણીવાર સારાનો અવતાર ચર્ચામાં રહી ચુક્યો છે. આગળના દિવસોમાં પણ સારાએ એક તસ્વીર શેર કરી હતી જેમાં તે સમુદ્રના કિનારે મજા માણતી દેખાઈ હતી.

ફિલ્મોની વાત કરીએ તો જલ્દી જ સારા કુલી નંબર વન ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં વરુણ ધવન પણ મુખ્ય કિરદારમાં હશે. આ સિવાય તે ફિલ્મ અતરંગીરે માં પણ જોવા મળશે. જેમાં અક્ષય કુમાર અને ધનુષ પણ હશે.