Ajab Gajab

દેશની આ 22 વર્ષની દીકરીને અમેરિકાની કંનપીએ આપ્યું 42.5 લાખ રૂપિયાનનું પેકેજ

ઘણા લોકો નાની ઉંમરમાં જ મોટ્ટા મોટા સપના જોતા હોય છે, અને એ પુરા કરવા મહેનત પણ કરતા હોય છે. ઘણી જ ઓછી ઉંમરમાં તે પોતાના સપનાને સાકાર પણ કરી લે છે. એવી જ એક ખબર હિમાચલથી આવી છે. જ્યાં કુલ્લુ જિલ્લાના જીયામાં રહેવા વાળી 22 વર્ષની સન્યાં ઢીંગરાને અમેરિકી કંપનીએ 42.5 લાખનું પેકેજ આપતા પરિવારના લોકોમાં ખુશીનો માહોલ છે. સન્યાને અમેરિકાની એડોબ કમ્પનીએ નોકરી આપી છે.

જાણકારી પ્રમાણે કંપનીએ સન્યાને ટેકનીકી સ્ટાફ ના સદસ્ય તરીકે નોકરી આપી છે. સન્યા ઢીંગરાએ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાન (NIT)હમીરપુરથી કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું છે. પિતા સતીશ ઢીંગરાએ જણાવ્યું કે તેમની દીકરીએ 17 ઓગસ્ટના રોજ ઓનલાઇન કાર્યભાર સાચવ્યો છે અને નોયડામાં અમેરિકી કંપનીમાં સેવા આપશે.

હાલમાં જાન્યુઆરી 2021 સુધી સન્યા જીયામાં સ્થિત પોતાના ઘરેથી જ કામ કરશે, તેના પિતા સતીશ ઢીંગરા અને માતા વંદના ઢીંગરાએ દીકરીને નોકરી મળવા ઉપર ખુશી વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું કે સન્યાએ 10માં અને 12માનો અભ્યાસ સુંદર નગરના મહાવીર વરિષ્ઠ માધ્યમિક સ્કૂલમાંથી કર્યો છે.

જયારે આગળનો અભ્યાસ તેને હમીરપુરથી કર્યો છે. સન્યાએ જણાવ્યું કે તેને પોતાની ડિગ્રી દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં એનઆઈટી હમીરપુરઆ કેમ્પસ ઇન્ટરવ્યૂ આપ્યું હતું.

ગયા મહિને જુલાઈ મહિનામાં તેને સાંપની તરફથી નિયુક્તિ પત્ર મળ્યો. સન્યાની આ ઉપ્લબ્ધીથી જીયા ગામ અને કુલ્લુ જિલ્લામાં ખુશીનું વાતાવર છે તે હવે યુવાઓ માટે પ્રેરણા બની ગઈ છે.