Bollywood

જ્યારે અડધી રાતે ઐશ્વર્યાના ઘરના 17માં માળેથી કૂદકો લગાવવા તૈયાર હતો સલમાન, ત્યારે તે પોતે ઘાયલ થયો હતો

એશ્વર્યાના પ્રેમમાં એવો દીવાનો થયો કે 17માં માળેથી, જાણો એ કિસ્સો..

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનો સંબંધ બોલીવુડમાં સૌથી ચર્ચિત અને વિવાદિત રહ્યો છે. બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાયે અનેક મુલાકાતોમાં ખુલાસો કર્યો હતો કે સલમાન તેને ઘણી વાર માર મારતો હતો. આટલું જ નહીં, ફોન પરની તેની વર્તણૂક પણ ઘણી વિચિત્ર હતી.

મારે કોઈ સાથે અફેર છે એ વાતને લઈને ઉપર તેણે ઘણી વાર મારા પર હાથ ઉઠાવ્યો હતો. એશના આરોપોને નકારી કાઢતા સલમાને કહ્યું હતું કે ‘મારે તેની સાથે ક્યારેય કોઈ પ્રકારનો હુમલો કર્યો નથી. જો કે સલમાને ચોક્કસપણે કહ્યું હતું કે તેણે એકવાર અડધી રાતે ઘરની બહાર રકઝક કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, સલમાન એક સમયે ઐશ્વર્યાઆ પ્રેમમાં પાગલ હતો. તે હંમેશાં તેની સાથે લગ્ન કરવા માંગતો હતો અને ઐશ્વર્યા પણ પૂછતો હતો. પરંતુ આ તે સમય હતો જયારે ઐશ્વર્યાની કરિયર ટોચ પર હતી અને ઉતાવળમાં લગ્ન કરવા માંગતી નહોતી.

સલમાન તે સમયે ઐશ્વર્યાઆ જવાબથી જરા પણ ખુશ નહોતો. નવેમ્બર 2001ની એક રાત્રે સલમાન ઐશ્વર્યા રાયના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો અને મધ્યરાત્રિએ તેના ઘરના દરવાજા પર અવાજ કરવાનું શરૂ કર્યું હતું. ઐશ્વર્યાનો એપાર્ટમેન્ટ 17માં માળે હતો.

સલમાન પોતાની વાત મનાવવા માંગતો હતો. પરંતુ જ્યારે ઐશ્વર્યાએ તેની માંગ સ્વીકારવાની ના પાડી ત્યારે સલમાને ધમકી આપી હતી કે તે અહીંથી કૂદી જશે.
સલમાન સવારે 3 વાગ્યા સુધી ઐશ્વર્યાના ઘરના દરવાજા પર બેસી રહ્યો હતો. આ બાદ તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. આ સ્થિતિમાં ઐશ્વર્યા પાસે દરવાજો ખોલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

સલમાને આ બધું એટલા માટે કર્યું કારણ કે તે ઇચ્છતો હતો કે એશ તેને લગ્નનું વચન આપે. બાદમાં સલમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે એશને ગુમાવવા માંગતો નથી અને આ ડરને કારણે તે આટલો વાયોલન્ટ બની જતો હતો.

ઘણા મહિનાઓ સુધી સલમાન અને ઐશ્વર્યાની તે રાતના ધમાલ વિષે ચૂપ રહ્યા હતા.લગભગ 4 મહિના પછી સલમાન હાજર થયો અને તેણે કબૂલાત કરી કે તેણે તે રાત્રે ઐશ્વર્યાના ઘરની બહાર હંગામો કર્યો હતો. પરંતુ મીડિયાએ તેને વધારીને જણાવ્યું હતું.

ફેબ્રુઆરી 2002 માં સલમાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઐશ્વર્યા સાથે મારો સંબંધ છે. જો તમે સંબંધમાં લડતા નથી, તો તેનો અર્થ એ છે કે તમે એકબીજાને પ્રેમ નથી કરતા.
હું એવી વ્યક્તિ સાથે કેમ લડું છું જે મારી માટે અજાણ છે. આવી વાતો ફક્ત આપણી વચ્ચે જ થાય છે કારણ કે આપણે એક બીજાને પ્રેમ કરીએ છીએ. હવે પોલીસે મને તે બિલ્ડિંગમાં જવા માટે પ્રતિબંધ મૂક્યો છે.

આ સાથે ઐશ્વર્યાના પિતાએ પણ સલમાન સામે પુત્રી સાથે અભદ્ર વર્તન માટે ફરિયાદ નોંધાવી હતી. જોકે સલમાને કહ્યું કે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેને ઐશ્વર્યાના પિતા સાથે કોઈ ફરિયાદ નથી.

એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, “હું સલમાનની દારૂ પીવાની આદત અને તેનાથી થતા દુર્વ્યવહારથી કંટાળી ગઈ હતી. તે મારી સાથે મૌખિક, શારીરિક અને ભાવનાત્મક શોષણ કરતો હતો.

ઐશ્વર્યાના જણાવ્યા અનુસાર, ઘણી વખત મારા માન અને ગૌરવને નુકસાન થાય તેવી વાત પણ કરતો હતો.કોઈ પણ સ્વાભિમાની સ્ત્રી આવી વસ્તુ સહન કરી શકતી નથી. આ જ કારણ હતું કે મેં સલમાન સાથેના સંબંધોને સમાપ્ત કરવાનું નક્કી કર્યું.

જણાવી દઈએ કે, સલમાન-ઐશ્વર્યાએ સૌ પ્રથમ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (1999) માં સાથે કામ કર્યું હતું અને તેમના અફેરની શરૂઆત આ જ ફિલ્મના સેટ પર થઈ હતી.

બંને વચ્ચે લગભગ 1-2 વર્ષો સુધી સંબંધ સારો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ સલમાનની વર્તનથી બ્રેકઅપ થઈ ગયું.