Bollywood

ગુજરાતી ફિલ્મોમાં એક સમયે જેના નામનો સિક્કો ચાલતો હતો એ અભિનેત્રી રોમા માણેક આજે જીવી રહી છે આવું જીવન

ઘરે ઘરે ફેમસ અભિનેત્રી અને કરોડો ગુજરાતીઓના દિલમાં વસેલા રોમા માણેકની હાલની તસ્વીરો જુઓ

છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મોમાં અર્બન યુગની શરૂઆત થઈ છે, અને એક અલગ જ પ્રકારની ફિલ્મો બનવા લાગી છે. જેને દર્શકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે,પરંતુ એક સમયની ગુજરાતી રૂરલ ફિલ્મોને જોવા માટે લોકોનો ટોળા જામતા, એ સમયના કલાકારોને આજે પણ દર્શકો યાદ કરે છે. એ સમયની એક ખુબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી રોમા માણેકને પણ આપણે કેમ ભૂલી શકીએ. રોમા માણેકની ઓળખ પણ આજે ગુજરાતના દરેક ઘરમાં છે.

આજે રોમા માણેક ફિલ્મી પડદા ઉપર તો જોવા નથી મળી રહી પરંતુ તેના કામના અને તેના અભિનયના વખાણ આજે પણ થાય છે. આજે પણ જો ટીવી ઉપ્પર ચાલતી ગુજરાતી ચેનલમાં રોમા માણેકની કોઈ ફિલ્મ કે તેનું કોઈ ગીત આવી જાય તો પણ ઘરમાં એક વ્યક્તિ તો એવું હોય છે જે કહે છે આ રહેવા દો. તો હાલમાં રોમા માણેક શું કરી રહી છે? તે જાણવાની પણ ઘણા લોકોની ઈચ્છા હશે, તો ચાલો જાણીએ રોમા માણેકના જીવન વિશે.રોમા માણેક જેટલી ફિલ્મોમાં સુંદર દેખાતી હતી, તે આજે પણ પોતાના અસલ જીવનમાં એટલી જ સુંદર દેખાય છે.રોમા માણેકની ઉંમર હાલ 51 વર્ષની છે તે છતાં પણ સુંદરતાના મામલામાં તે હાલની અભિનેત્રીઓને ઝાંખી પાડે તેવી છે.

રોમાએ પોતાના કેરિયરમાં માત્ર ગુજરાતી જ ફિલ્મો નહિ પરંતુ હિન્દી સિનેમા જગત સાથે પણ કામ કર્યું છે. તેને ટીવી જગતની પ્રખ્યાત ધારાવાહિક “મહાભારત”માં માદ્રીનો અભિનય પણ કર્યો હતો.

આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં :દેશ રે જોયા દાદા પ્રદેશ જોયા” જેવી સુપરહિટ ફિલ્મો પણ તેને આપી છે. આમ તો રોમા માણેકે ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ એક સમય એવો હતો જ્યારે રોમાં માણેક અને અભિનેતા હિતેન કુમારની જોડી દર્શકોમાં ખુબ જ પસંદ કરવામાં આવતી હતી.

રોમા માણેક આજે મુંબઈમાં વસવાટ કરે છે. અને હાલમાં પણ તે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે એક યુગ હતો જ્યારે વિલેજના કલચર પર આધારિત ગુજરાતી મુવીનો ડંકો વાગતો હતો. પહેલાંના જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતા જેવા એક્ટરની ફિલ્મો જોવા માટે પડાપડી થતી હતી. ત્યાર બાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગજવી હતી.જોકે હાલ આ બધા અભિનેતાઓ જોવા મળતાં નથી પરંતુ આમાં તેઓ એ ખુબજ સારો અભિનય કરીને લોકોના દિલમાં એક સ્થાન મેળવ્યું હતું.વધુમાં તમને જણાવી દઈએ કે ફિલ્મ દેશ રે જોયા પરદેશ જોયા’ પછી બેક ટુ બેક હિટ ફિલ્મો આપી અભિનેત્રી રોમા માણેક છવાઈ ગઈ હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક મૂળ ગુજરાત રાજ્ય નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાશી હતી.