Horoscope

મીઠાના આ સામાન્ય ઉપાયો કરવાથી ઘરમાંથી દૂર થશે પૈસાની ખોટ, ઘરમાં સકારાત્મક ઉર્જાનો થશે સંચાર, વાંચો કેવી રીતે?

આપણે સૌ જાણીએ છીએ કે મીઠું જમવાના સ્વાદમાં વધારો કરે છે.. મીઠા વગર જમવામાં કોઈ ટેસ્ટ જ નથી આવતો પરંતુ આ સિવાય પણ મીઠાના ઘણા ઉપાયો છે. મીઠું જ્યોતિષી દૃષ્ટિએ પણ ઘણું જ ફાયદાકારક છે. આજે અમે તમને મીઠાના કેટલાક એવા ઉપાયો જણાવીશું જેના કારણે તમારા ઘરમાંથી કેટલીક આર્થિક સમસ્યાઓ પણ દૂર થઇ જશે.

1. નકારાત્મક્તાને કરશે દૂર:
જો તમને કોઈ કામ કરવામાં મન નથી લાગી રહ્યું અને દરેક સમયે તમારા દિમાગમાં નકારાત્મક વિચારો જ આવી રહ્યા છે તો ઘરની અંદર મીઠાનું પોતું કરી દેવું. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. રાત્રે ઘરની અંદર કિનારા ઉપર થોડું થોડું મીઠું નાખી દેવું, અને સવારે ઉઠીને સાફ કરી લેવું. જેના કારણે પરિવારના સદસ્યો વચ્ચે પણ પ્રેમની ભાવના ઉત્પન્ન થશે.

2. સકારાત્મક ઉર્જાનો થશે સંચાર:
ઘરનું મુખ્ય દ્વાર એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં બધાની અવર-જ્વર થતી હોય છે. અહિયાંથી જ ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર કે પછી કાર્યસ્થળ ઉપર આખું મીઠું લાલ કપડાંની અંદર બાંધીને લટકાવી દેવું. જેના કારણે ઘરમાં સકારત્મક ઉર્જા પ્રવેશ કરશે. તમારા કામમાં આવનારી બાધાઓ પણ દૂર થશે. અને ધનની આગમન થશે.

3. બાળકોને નજર લાગે છે તો કરો આ ઉપાય:
જો તમારા બાળકને પણ નજર લાગી જાય છે અને તે વધારે રડ રડ કરે છે તો એવામાં બાળકના નાહવાના પાણીની અંદર અઠવાડિયામાં એકવાર થોડું મીઠું નાખી દેવું. તેનાથી નજર દોષ દૂર થાય છે. જો રાત્રે વારંવાર ઊંઘ ઉડી જાય છે તો મીઠાના પાણીથી હાથ પગ ધોઈને સૂવું. તેનાથી ઊંઘ સારી આવશે.

4. રાહુનો પ્રભાવ નષ્ટ કરવા માટે:
એક કટોરીની અંદર મીઠું અથવા તો ફટાકડી ભરીને ઘરના બાથરૂમમાં રાખી દેવી. તેનાથી રાહુનો પ્રભાવમાં રાહત મળશે. રાહુને નકારત્મક ઉર્જાનો કારક માનવામાં આવે છે. મીઠાને સમય સમય ઉપર બદલતું રહેવું જોઈએ. ફટાકડીથી હવાના બેકટેરિયા પણ નષ્ટ થાય છે.

5. ધનની કમી દૂર કરવા માટે:
ઘરમાં મીઠાને હમેશા કાચના વાસણમાં રાખવું જોઈએ. મીઠાની અંદર એક લવિંગ પણ ઉમેરીને રાખવું જેનાથી ઘરની અંદર ધનની ખોટ પુરી થશે. તેના કારણે મીઠામાં ભેજ પણ નહીં આવે. મીઠાને ક્યારેય સ્ટીલ કે ધાતુના ડબ્બામાં ના રાખવું જોઈએ.