Bollywood

રાતો રાત સ્ટાર બની જનારી રાનૂ મંડલ હવે રહેવા લાગી છે તેના જુના ઘરમાં, આજે થઇ ગઈ છે આવી હાલત, જુઓ તસવીરો

ઓહ બાપ રે…ફરીથી જૂના ઘરમાં આવી ગઈ રાનૂ મંડલ? લાઈમલાઈટથી દુર આવી હાલત

રાનૂ મંડલનું નામ આજે કોઈ નહિ જાણતું હોય એવું બની નહિ શકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના કારણે રાનૂ મંડલ રાતો રાત સ્ટાર બની ગઈ હતી. બધી જ જગ્યાએ તેના આવાજ અને તેના ટેલેન્ટની ચર્ચાઓ ચાલતી હતી.

સામાન્ય લોકો જ નહિ પરંતુ બોલીવુડમાં પણ તેના ગુણગાન થવા લાગ્યા. ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાએ તો તેને પ્લેટફોર્મ પણ આપ્યું. પરંતુ હાલમાં તેનું જીવન સાવ બદલાઈ ગયું છે. તે અત્યારે ગુમનામ જીવન જીવી રહી છે. રાતો રાત સ્ટાર બનીને આજે ગુમનામીના અંધારામાં ખોવાઈ જનારી રાનૂ મંડલ વિશે ઘણા લોકો જાણવા માંગે છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ રાનૂ મંડલ આજે પોતાના જુના ઘરમાં જ પાછી રહેવા માટે આવી ગઈ છે. થોડા દિવસ પહેલા જ તેના નામથી એક પ્રાઇવેટ ફેસબુક પેજ બનાવવામાં આવ્યું જેમાં નિયમિત રૂપે રાનૂ મંડલ વિશે જણકારી આપવામાં આવી રહી છે.

હાલમાં જ એક પોસ્ટમાં રાનૂ મંડલ હાલમાં શું કરી રહી છે તેના વિશેની જાણકારી પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે “હાલમાં રાનૂ મંડલપોતાના જુના ઘરમાં સમય વિતાવી રહી છે જે બંગાળમાં છે. પરંતુ ચાહકો જાણવા માંગે છે કે તે પોતાના જુના ઘરમાં શું કરી રહી છે?”

પરંતુ તમને જણાવી દઈએ કે આ ઘરમાં રહેવું તેની મજબૂરી નથી પરંતુ તેની બાયોપિક છે. હાલમાં રાનૂ મંડલની બાયોપિક ઉપર કામ ચાલી રહ્યું છે. રાનૂ મંડલ તેમાં ખુબ જ વ્યસ્ત છે. આજ કારણના લીધે હાલમાં તે પોતાના જુના ઘરમાં રહે છે. રાનૂ મંડલ પોતાની બાયોપિકને લઈને ખુબ જ એક્ટિવ પણ છે. જેના કારણે વાર્તાના લેખકોને મદદ મળી રહે.