Horoscope

આસપાસ જોવા મળે આ 4 વસ્તુઓ તો સમજી લો કે તમારી કુંડળીમાં છે રાહુ કમજોર, શરૂ થશે ખરાબ દિવસો

આસપાસ જોવા મળે આ 4 વસ્તુઓ તો સમજી લો કે તમારી કુંડળીમાં છે રાહુ કમજોર

જ્યોતિષશાસ્ત્રના આધારે રાહુ એક અશુભ ગ્રહ માનવામાં આવે છે. જો કે અન્ય ગ્રહોની તુલનામાં તેનો કોઈ વાસ્તવિક આકાર નથી માટે રાહુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. સ્વભાવના આધારે રાહુને પાપી ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. જો કે મોટાભાગે કુંડળીમાં રાહુનું નામ આવતા જ લોકોના મનમાં ભય ઉત્પન્ન થઇ જાય છે. પણ કોઈપણ ગ્રહ શુભ કે અશુભ નથી હોતો પણ તેનું ફળ શુભ-અશુભ હોય છે.

રાહુ કુંડળીમાં શુભ થવા પર શુભ ફળ પણ આપે છે અને જો વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ હોય તો તેની સમસ્યાઓ વધી શકે છે.અશુભ ગ્રહના પ્રભાવથી અમુક સંકેત દેખાવા પણ લાગે છે. આવો તો જ્યોતિષોના આધારે તમને જણાવીએ કે કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ હોય છે તો કેવા પ્રકારના સંકેતો મળે છે.

વારંવાર જો કોઈ વ્યક્તિને ઘરની આસપાસ મરેલો સાંપ કે ગરોળી જોવા મળે તો તે રાહુનો અશુભ સંકેત છે. આ સંકેતો બતાવે છે કે તમારી કુંડળીમાં રાહુ પીડિત છે અને તમારે તેના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડી શકે છે.

અચાનક જ તમે વાતો ભૂલવા લાગો અને તમારી યાદશક્તિ કમજોર થવા લાગે તો તે તમારા માટે અશુભ સંકેત છે કે તમારો રાહુ ખરાબ ચાલી રહ્યો છે. એવામાં તમારે તરત જ રાહુ ગ્રહની શાંતિ માટે ઉપાયો કરવા જોઈએ.

વાદ-વિવાદ વધવા લાગે અને પરિવારના સદસ્યોની વચ્ચે મનમુટાવ થવા લાગે તો તે અશુભ રાહુના સંકેતો છે.એવામાં રાહુ તમારા જીવનમાં પારિવારિક કલેશ ઉદ્દભવી શકે છે અને તમારા માટે અનેક સમસ્યાઓ વધી જશે.


નખ અને માથાના વાળ અચાનક જ ખરવા લાગે તો સમજી લો તમારી કુંડળીમાં રાહુ અશુભ ઘરમાં બેઠેલો છે. રાહુની શુભતા માટે તમે જ્યોતિષકારોની મદદ મદદ લઇ શકો છો.