Bollywood

ડરામણો હતો મહેશ ભટ્ટ અને પરવીન બાબીના સંબંધનો અંત, એક રાત્રે ઘરે પહોંચ્યા તો ઉડી ગયા હોશ, સુશાંતને લઈને પણ કહેવામાં આવી એવી જ વાત

અભિનેત્રી પરવીન બાબીના મૃત્યુનું રહસ્ય આજે પણ અકબંધ છે. તે 70ના દશકની સૌથી સફળ અભિનેત્રી હતી. એ સમયની ભાગ્યે જ કોઈ ફિલ્મ એવી હશે જેમાં પરવીન જોવા ના મળી હોય. અહીંયા સુધી કે ફિલ્મોમાં ગ્લેમરએસ કપડાં પહેરવાનું ચલણ પણ તેને જ શરૂ કર્યું હતું. ફિલ્મોમાં તેની છબી બોલ્ડ અભિનેત્રી તરીકેની હતી. તે 1976થી 80 વચ્ચે ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ હતું. પરંતુ તેનું મૃત્યુ આજે પણ રહસ્ય બનેલું છે. કોઈ કહે છે કે તે પાગલ થઇ ગઈ હતી તો કોઈ કહે છે કે તેને આત્મહત્યા કરી હતી. આજે આપણે મહેશ ભટ્ટ અને પરવીન બાબીની લવ સ્ટોરી વિશે જાણીએ.

પડદા ઉપર પરવીનના જીવનમાં જેટલી ચમક દેખાતી હતી, તેના અંગત જીવનમાં તે એટલી જ એકલી હતી. પરવીનનું અફેર મહેશ ભટ્ટ ઉપરાંત ડેની અને કબીર બેદી સાથે પણ રહ્યું છે. પરંતુ મહેશ ભટ્ટ સાથે તેની પ્રેમ કહાણીનો દર્દનાક અંત થયો. “ફિલ્મફેયર”ને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર મહેશ ભટ્ટે પોતાના અને પરવીનના સંબંધોને લઈને ઘણા રાજ ખોલ્યા હતા. સાથે જ તેના મૃત્યુ ઉપર દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. મહેશ ભટ્ટે પરવીનને શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ પણ બનાવી હતી.

જયારે મહેશ ભટ્ટને પરવીન સાથે પ્રેમ થયો ત્યારે તે પોતાના કેરિયરની ચરમ સીમાએ હતી. પરંતુ મહેશ પહેલાથી જ પરિણત હતો. 1977માં બંનેનો પ્રેમ આસમાને પોહોંચ્યો તો મહેશ ભટ્ટ પોતાની પત્નીને છોડીને પરવીન સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા. વિરોધો હોવા છતાં પણ બંનેને અલગ કરવા મુશ્કેલ થઇ ગયા હતા.  મહેશ માટે પરવીન ઘર ઉપર એક સાધારણ છોકરીની જેમ રહેતી હતી. જોતા જોતા જ બનેંના સંબંધને 2 વર્ષ થઇ ગયા.

1979માં મહેશ ભટ્ટને એવી એક હકીકતની ખબર પડી કે જેના કારણે તેમના હોશ ઉડી ગયા. એક દિવસ જયારે મહેશ ઘરે આવ્યા ત્યારે તેમને જોયું તો પરવીન ફિલ્મના કોસ્ટ્યૂમમાં ઘરના એક ખૂણામાં બેઠી હતી. તેના હાથમાં ચાકુ હતું. મહેશને જોતા જ પરવીને તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

ત્યારબાદ પરવીને કહ્યું: “વાત ના કરશો, રૂમમાં કોઈ છે.  તે મને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે.” પરવીને પહેલીવાર આવું કઈ કર્યું હતું જેના કારણે મહેશ સંપૂર્ણ રીતે હચમચી ગયા હતા. ડોક્ટરોને બતાવ્યા ના થોડા દિવસ બાદ ખબર પડી કે તેને સિજોફ્રેનીયા નામની માનસિક બીમારી છે.

મહેશ ભટ્ટ તેનો ઈલાજ સારામાં સારા ડોક્ટર પાસે કરાવવા લાગ્યા. તમામ ઈલાજ કરાવવા છતાં પરવીનની બીમારી ઠીક થવાનું નામ જ નહોતી લઈ રહી. પરવીનની આ સ્થિતિ જોતા તેને ઓરડામાં જ બંધ રાખવાની ફરજ પડી. તેને મીડિયા અને પબ્લિકની નજરોથી દૂર રાખવી પડી. તેના છેલ્લા સમયમાં પરવીન એટલી બધી એકલી હતી કે તેની આસપાસ કોઈ ભટકતું પણ નહોતું.

તેને દવા ખાવાનું પણ બંધ કરી દીધું. તેની હાલતમાં પણ દિવસેને દિવસે નાજુક થવા લાગી.  56ની ઉંમર થઇ તો તે સારી રીતે ઉભી પણ નહોતી થઇ શકતી. 20 જાન્યુઆરી 2005ના રોજ તેને એકલા જ ઘરમાં દમ તોડી દીધો. ત્રણ દિવસ સુધી લાશ બેડ ઉપર સળતી રહી. જયારે દરવાજા પાસેથી બ્રેડ અને દૂધ ના ખસ્યું ત્યારે કોઈએ પોલીસને જાણ કરી. ત્યારે લોકોને તેના મૃત્યુ વિશેની જાણકારી મળી.

સુશાંતને લઈને પણ મુકેશ ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “તે થોડા સમય પહેલા સુશાંતને મળ્યા હતા. ત્યારે જ તેમને લાગ્યું કે તે થોડો પરેશાન છે અને પરવીન બાબીના રસ્તા ઉપર ચાલી રહ્યો છે. મને જાણકારી હતી કે તે કોઈ ડોક્ટરની મદદ લઇ રહ્યો છે. પછી હું તેની એટલો બધો નજીક પણ નહોતો. મને તો ફક્ત ચિંતા એટલા માટે હતી કે તે ખુબ જ ખોવાયેલો ખોવાયેલો લાગી રહ્યો હતો.” આ નિવેદન બાદ મુકેશ ભટ્ટને પણ ઘણા જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.