Ajab Gajab

ઘરે આવેલા આ 4 વ્યક્તિઓને ક્યારેય ખાલી હાથ જવા ના દેવા, નહિ તો આજીવન રહેશે મુશ્કેલીઓ

આ 4 વ્યક્તિઓને ક્યારેય ઘરના આંગણેથી ખાલી હાથે ના મોકલતા, નહિ તો માતા લક્ષ્મી નારાજ થઇ જશે

આપણા હિન્દૂ ધર્મમાં દાન ધર્મનો ખુબ જ મોટો મહિમા છે. આપણા પૂર્વજો અને ઋષિ મુનિઓ પણ કહેતા આવ્યા છે કે ઘરે આવેલા કોઈપણ વ્યક્તિને ખાલી હાથ ક્યારેય ના જવા દેવા જોઈએ. દાન કરવાથી ધન-સંપત્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. પરંતુ ઘણા લોકો ઘરે આવેલા કેટલાક લોકોને ભગાડી મૂકે છે. દાન આપવું તો દૂર રહ્યું પરંતુ તેમની મશ્કરી ઉડાવી અને તેમને ના બોલવાના શબ્દો પણ બોલે છે. પરંતુ તેની અસર કિસ્મત ઉપર પણ થાય છે. માતા લક્ષ્મી પણ નારાજ થાય છે. અને તમારા ઘરમાં ધન સંપત્તિ પણ ટકતી નથી. ઘરે આવેલા કોઈપણ વ્યક્તિને ખાલી હાથે ના કાઢવો જોઈએ, યાથાશક્તી પ્રમાણે દાન કરવું જોઈએ. આજે અમે તમને ખાસ એવા ચાર લોકો વિષે  જણાવીશું જેને ક્યારેય પોતાના ઘરેથી ખાલી હાથ ના કાઢવા.

1. ભિખારી:
તમારા ઘરના દરવાજે આવીને ઉભો કોઈ પણ ભિખારી કઈ માંગવા માટે પોતાનો હાથ લંબાવે છે તો તેને ક્યારેય ખાલી હાથ ના જવા દેવો જોઈએ. જો તમે તેને પૈસા ના આપવા માંગતા હોય તો કપડાં કે કોઈ ખાવાની વસ્તુ આપી અને તેના મનને શાંતિ અપાવવી જોઈએ.

2. અપંગ:
તમારા દરવાજે આવીને ઉભેલો કોઈ અપંગ વ્યક્તિને પણ ક્યારેય ખાલી હાથ ના કાઢવો જોઈએ. યથાશક્તિ પ્રમાણે તેની મદદ કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવા લોકોને શનિ રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેમને મદદ કરવાથી ભાગ્યમાં પડેલી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે.

3. સાધુ-સંત, સલાહકાર:
જો તમારા ઘરના દરવાજે કોઈ સાધુ સંત અથવા તો કોઈ સલાહકાર આવીને ઉભો છે તો તેની પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું.  અને પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે તેમની મદદ પણ કરવી. આમ કરવાથી ઘરમાં ખુશાહાલી વ્યાપેલી રહેશે.

4. કિન્નર:
જો તમારા ઘરે અથવા તો કામની જગ્યા ઉપર કોઈ કિન્નર આવીને તમારી પાસેથી કઈ માંગે છે તો તેને પણ ખાલી હાથે ના મોકલવા જોઈએ. કિન્નરોને દાન આપવાથી કુંડળીમાં બુધ ગ્રહમાં મજબૂતી મળે છે જેને ભાગ્ય ઉદય કરવા માટે માનવામાં આવે છે. માટે કિન્નરોને પણ યથાશક્તિ દાન આપવું.