Latest News

કપિલથી પણ વધારે ધનવાન છે અર્ચના પૂરન સિંહ, જાણો ‘ધ કપિલ શર્મા’ શો ના દરેક કલાકારોની સંપત્તિ

ટીવી જગતનો લોકપ્રિય શો ધ કપિલ શર્મા શો ના દરેક કિરદારોની કોમેડી લાજવાબ હોય છે. શો માં જજ ની ખુરશી પર બેસેલી અર્ચના પૂરણ સિંહની વધારે મજાક-મસ્તી કરવામાં આવે છે.

સંપત્તિની બાબતમાં અર્ચના પુરણ સિંહ ખુબ જ ધનવાન છે. એવામાં આજે અમે તમને અર્ચના પુરણ સિંહની કુલ સંપત્તિ અને તેની લવસ્ટોરી વિશે જણાવીશું.

વાત લવસ્ટોરીની કરીએ તો અર્ચના અને પરમીતના લગ્નને 27 વર્ષ થઇ ચુક્યા છે. બંન્ને આજે પણ એક રોમેંટિક કપલ સ્વરૂપે જ ઓળખવામાં આવે છે. બંન્નેની લવસ્ટોરીની શરૂઆત એક  ઇવેન્ટના સમયે થઇ હતી. જો કે અર્ચનાના પરમિત સિંહ સાથેના આ બીજા લગ્ન હતા.

રિપોર્ટના આધારે અર્ચના પહેલા લગ્ન તૂટ્યા પછી ફરીથી લગ્ન કરવા માંગતી ન હતી. પણ આ જ દરમિયાન તેની મુલાકાત પરમીત સાથે થઇ અને બંન્ને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા. જેના પછી એક બીજાને જાણવા માટે એકબીજા સાથે લિવ ઈન રિલેશનમાં રહેવાનો નિર્ણય લીધો.

તે સમયે લિવ ઇનમાં રહેવું ખુબ મોટી વાત માનવામાં આવતી હતી. જેના પછી 30 જૂન, 1992 ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. બંન્નેના બે દીકરાઓ પણ છે.

વાત અર્ચના પૂરણ સિંહની કુલ સંપત્તિની કરીએ તો તે 29 મિલિયન ડોલર સંપત્તિની માલકીન છે. આ સિવાય રિપોર્ટના આધારે શો ના અન્ય કલાકારો કિકુ શારદા કુલ 38 કરોડ, સુમોના ચક્રવર્તી 30 કરોડ અને શો ના મુખ્ય કિરદાર કપિલ શર્માની કુલ સંપત્તિ 199.342 કરોડ(26 મિલિયન ડોલર) છે.