Ajab Gajab Lifestyle

જાણો મુકેશ અંબાણી શું ખાવાનું પસંદ કરે છે?

વાંચો, કેવી છે પત્ની નીતા અંબાણી સાથેની કેમિસ્ટ્રી

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી વિશે આપણે ઘણી વાતો જાણીએ છીએ, પરંતુ આજે અમે એવી કેટલીક વાતો જણાવીશું જે તમને પણ ખબર નહીં હોય. ઘણા લોકોને એ વાતની ખબર નહીં હોય કે મુકેશ અંબાણી ખાવામાં શું પસંદ કરે છે? અને ઘણા લોકોની એ જાણવાની પણ ઈચ્છા હશે કે તેમની પત્ની નીતા અંબાણી સાથેની તેમની કેમેસ્ટ્રી કેવી હશે?

આ વાતનો જવાબ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ જ આપતા એકવાર જણાવ્યું હતું કે: તેમને સૌથી વધારે ઈડલી સંભાર ખાવાનો ખુબ પસંદ છે. સાથે જ તેમને બાજરીનો રોટલો પણ ખુબ જ પસંદ છે. એક ઇન્ટરવ્યૂમાં જ નીતા આંબાનીને કુકીંગને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું હતું કે “જયારે મને સમય મળે છે ત્યારે તે પોતે જ ખાવાનું બનાવવાનું પસંદ કરે છે. પરંતુ મારી દીકરી ઈશા અંબાણી મરાથી પણ સારી કુક છે.

નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથેની કેમેસ્ટ્રીને લઈને પણ જવાબ આપતા કહયું હતું કે: “તે હંમેશા પ્રેરણા આપતા રહે છે અને  સાથે ઉભા રહે છે.” નીતા અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે મુકેશ અંબાણી અને તેમના વચ્ચે સારા એક સારા પાર્ટનરની જેમ ખુબ જ સારી બોન્ડીગ છે અને બંને એકબીજાના વિચારોનું સન્માન કરે છે.

મુકેશ અંબાણીને સલાહ આપવાની વાતમાં નીતાએ જવાબ આપતા જણાવ્યું હતું કે: “હું નથી સમજતી કે હું આ યોગ્ય છું કે મુકેશ અંબાણીને સલાહ આપી શકું. અમારી જિંદગીના અનુભવોએ અમને ઘણું બધું શીખવ્યું છે. મેં તેમનાથી ઘણું બધું શીખ્યું છે.”

નીતા અંબાણીના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણી ખુબ જ સાદગી ભરેલા માણસ છે. તે કહે છે મુકેશ અંબાણીની સૌથી સારી વસ્તુ છે કે તે ખુબ જ સિમ્પલ રહેવાનું પસંદ કરે છે અને તેમની દૃષ્ટિ ફક્ત રિલાયન્સ માટે નહીં પરંતુ આખા ભારત માટે છે. તે જન્મથી જ આશાવાદી છે.