350 વર્ષ જૂનો આ કિલ્લો રહસ્યોથી છે ભરપૂર, વાંચો સ્પેશિયલ સ્ટોરી
આપણા ઇતિહાસમાં ઘણા એવા કિસ્સાઓ અને ઘણી એવી વાર્તાઓ છે જે સાંભળીને આપણા પણ રૂવાંડા ઉભા થઇ જાય. એક આવો જ કિસ્સો છે ફ્રાન્સિસ ઇતિહાસકાર બુકાનનનો. જેમને લગભગ 200 વર્ષ પહેલા બિહારના રોહતાસની યાત્રા કરી હતી. તેમને રોહતાસ જિલ્લા મુખ્યાલય સાસરામથી લગભગ 55 કિલોમીટર દૂર આવેલા રોહતાસ ગઢની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમને એક દસ્તાવેજ પણ તૈયાર કર્યો. આ દસ્તાવેજમાં તેમને અહીંયાના પથ્થરોમાંથી નીકળનારા લોહીની ચર્ચા પણ કરી. તેમને કહ્યું હતું કે આ કિલ્લાની દીવાલોમાંથી લોહી નીકળે છે.
આસપાસના રહેવાનારા લોકો પણ આ વાતને સાચી માને છે. તે લોકોનું તો એમ પણ કહેવું છે કે બહુ જ પહેલાથી આ કિલ્લામાંથી અવાજો પણ આવે છે. લોકોનું મનાવું છે કે કદાચ આ રાજા રોહિતાશ્વની આત્માનો અવાજ છે. આ અવાજ સાંભળીને કોઈપણ ડરી જાય છે. ઇતિહાસકારો અને પુરાતત્વોના જાણકારો પણ એ વાત નથી જાણી શક્યા કે એવી કઈ વાત હતી જેના કારણે કિલ્લાની દીવાલોમાંથી લોહી નીકળે છે.
રોહતાસનો ઇતિહાસ તેની સભ્યતા અને સંકૃતિ ખુબ જ સમૃદ્ધિશાળી રહ્યા છે. તેના જ કારણે અંગ્રેજોના સમયમાં આ ક્ષેત્રનું પરાતાત્વીક મહત્વ રહ્યું છે. 1807માં સર્વેક્ષણનું દાયિત્વ ફ્રાન્સિસ બુકાનને સોંપવામાં આવ્યું હતું. તે 30 નવેમ્બર 1812માં રોહતાસ આવ્યો અને ઘણી પુરાતાત્વિક જાણકારીઓ ભેગી કરી. 1881-82માં એચબીડબ્લ્યુ ગૈરીકે આ ક્ષેત્રનું પરાતાત્વીક સર્વેક્ષણ કર્યું અને રોહતાસ ગઢમાંથી રાજા શશાંકની મોહરનો સાંચો પ્રાપ્ત કર્યો.
જાણકારી પ્રમાણે રોહતાસ ગઢનો આ કિલ્લો ખુબ જ ભવ્ય છે. આ કિલ્લાનો ઘેરો 28 મિલ સુધી ફેલાયેલો છે અને તેમાં કુલ 82 દરવાજા છે. આ કીલાની અંદર સૌથી ચર્ચિત અહીંયાનો ખૂની દરવાજો છે. આજે પણ આ દરવાજાને લઈને દંતકથાઓ જિલ્લાભ્રમ પ્રચલિત છે.
ખૂની દરવાજાનો રંગ પણ લાલ છે. આ દરવાજા ઉપર આજે પણ એ સ્થાન ચિહ્નિત છે જ્યાંથી લોહી ટપકે છે. ઇતિહાસકાર અને સ્થાનિક લોકો જણાવે છે કે આ દરવાજાની ઉપર ઘેટાનું માથું કાપીને લગાવવામાં આવતું હતું.
ભદાવર રાજા લાલ પથ્થરથી બનેલા દરવાજા ઉપર ઘેટાનું માથું કાપીને રાખી દેતા. દરવાજાની નીચે એક કટોરો રાખવામાં આવતો. આ વાસણમાં લોહીનું ટીપા પડતા રહેતા. ગુપ્તચરો આ વાસણમાં રાખેલા લોહીથી તિલક કરીને રાજાને મળવા આવતા હતા. ત્યારબાદ રાજપાઠ અને દુશ્મનો સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપતા હતા. સામાન્ય માણસને કિલ્લાના દરવાજા ઉપરથી વહેવા વાળા લોહીની કોઈ જાણકારી નહોતી.