આજે મોટાભાગના લોકોનો પ્રશ્ન પાર્કિંગનો છે. ગાડી લઈને કોઈ પણ જગ્યાએ જવું કેટલું મુશ્કેલી ભર્યું હોય છે એ ગાડી ચલાવનારા જ સમજી શકે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેનો પાર્કિંગ જુગાડ જોઈને સૌ કોઈ હેરાન છે.
આ વાયરલ વીડિયોની અંદર એક વ્યક્તિ પોતાની કારને એક એવી જગ્યાએ પાર્ક કરી રહ્યો છે, જે જગ્યા જોઈને કોઈને પણ માન્યામાં ના આવે કે આ જગ્યાએ આટલી મોટી ઇનોવા કાર પણ પાર્ક થઇ શકે.
આ વિડીયો ઘણા ટ્વીટર હેન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોની અંદર એક મલયાલી વ્યક્તિ જોવા મળી રહ્યો છે. જે પોતાની કારને એકદમ સાંકળી જગ્યામાં પણ ખુબ જ સરળતાથી પાર્ક કરે છે અને બહાર પણ કાઢી રહ્યો છે.
આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વ્યક્તિ પોતાની કારને પાર્કિંગની અંદર ધીમે ધીમે ખુબ જ સરળતાથી ઘુસાવી દે છે. અને રોડના કિનારે આવેલું એ પાર્કિંગ પણ એવું છે જેની આગળ પાછળ ઊંડા ખાડા જ જોવા મળી રહ્યા છે.
In case you missed…this is how he takes his car out from his “preferred” “reserved” parking space 😎😎😎
This is better than how he parks….. https://t.co/Q2QUnMGTOC pic.twitter.com/EF8J44hiYr— 𝑹𝒖𝒑𝒆𝒆𝒔121 🇮🇳 (@rupees121) September 8, 2020
તે છતાં પણ આ કાર ખુબ જ સરળતાથી પાર્ક થઇ જાય છે. એક બીજો વિડીયો પણ છે જેની અંદર કાર ચલાવતી વખતે કાર પાર્ક કરે છે અને તે દરમિયાન ઘણા લોકો પણ તેને જોઈ રહ્યા હોય છે.
This is his how he parks… pic.twitter.com/4ZGiKC1I1S
— 𝑹𝒖𝒑𝒆𝒆𝒔121 🇮🇳 (@rupees121) September 8, 2020
આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ઘણા લોકો ડ્રાઈવરની પ્રસંશા પણ કરી રહ્યા છે. માન્યામાં ના આવે એવી જગ્યાએ પણ આ વ્યક્તિએ પોતાની ઇનોવા કારણે ખુબ જ સરળતાથી પાર્ક કરી દીધી.