Ajab Gajab

સૂરજની અત્યાર સુધીની સૌથી નજીકની તસવીર, જે આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ હોય

સૂર્યની ઘણી તસવીરો આપણે જોઈ હશે, ધરતી ઉપર રહીને સૂર્યને પણ જોયો છે. પરંતુ ખુલી આંખે સૂર્ય સામે જોવામાં પણ તકલીફ પડતી હોય છે. સૂર્યની ઘણી તસવીરો તમે જોઈ હશે પણ હાલમાં સૂર્યની એટલી નજીક અને સ્પષ્ટ તસ્વીર સામે આવી છે જેને આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોઈ હોય. જેને વૈજ્ઞાનિકો પણ સૂર્યની એચ.ડી. તસ્વીર કહે છે. અને વૈજ્ઞાનિકો પણ વિચાર કરે છે કે સૂર્યની આટલી સ્પષ્ટ તસ્વીર કેવી રીતે મળી ગઈ?

તો તમને જણાવી દઈએ કે આ તસ્વીર લીધી છે યુરોપના સૌથી મોટા સોલર ટેલિસ્કોપ ગ્રેગોરે. આ તસ્વીર ઉપર લીબિનિઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલાર ફિક્સીસ (KIS) અધ્યયન કરી રહ્યા છે. આ ટેલિસ્કોપથી યુરોપના વૈજ્ઞાનિક સુરજમાં થઇ રહેલી ગતિવિધિઓમાં નજર રાખી રહ્યા છે.

ગ્રેગોર ટેલિસ્કોપે આ વખતે ખુબ જ ઉમદા પ્રકારની તસ્વીર લીધી છે. આ તસ્વીરમાં સૂર્યને ખુબ જ નજીકથી જોવાનું સંભવ બન્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોઈપણ યુરોપીય ટેલિસ્કોપથી લેવામાં આવેલી આ સૌથી શ્રેષ્ઠ તસ્વીર છે. લીબિનિઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલાર ફિજીક્સના ઈજનેરોએ તેના લેન્સને નવી રીતે તૈયાર કર્યો છે. આ નવા લેન્સના કારણે સૂર્યની આ નવી તસ્વીરોને લેવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું સંભવ બન્યું છે.

ગ્રેગોર દૂરબીનનો લેન્સ એટલો તાકાતવર છે કે આ સૂર્યની જે તસ્વીર લેવામાં આવી છે તે 48 કિલોમીટર દૂરથી સૂર્યને જોવા જેવું છે. આ પહેલા પણ નાસાએ પાર્કર સોલર પ્રોબે પણ પોતાના સૂર્ય અભિયાન અંતર્ગત સૂર્યનો નજીકથી ફોટો પાડવામાં સફળતા મેળવી હતી.

આ વખતની તસ્વીર વિશે વૈજ્ઞાનિક જણાવે છે કે આ તસ્વીરનો નાનો કણ પણ લગભગ 865000 મિલના વ્યાસનો છે. એટલે કે આ સ્થિતિ કોઈ ફૂટબોલના મેદાનમાં એક કિલોમીટર દૂરથી એક સોય શોધવા બરાબર છે.

આ તસ્વીરમાં બધા જ સન સ્પોટ અને ત્યાંથી ઉભરતી લપેટોને સારી રીતે સમજી શકાય છે. સૂર્યની લપેટોમાં જે પ્લાઝ્મા કિરણો હોય છે. તે અંતરિક્ષમાં લાખો કિલોમીટર ગયા બાદ પાછા સૂર્ય ઉપર વરસે છે. આ વખતે તસ્વીરથી આ સૌર પ્લાઝ્માની ગતિવિધિઓને પણ સમજવામાં મદદ મળી છે. તસ્વીરમાં જે અંધારા વિસ્તાર નજર આવે છે. તે સન સ્પોટ છે જે સતત બદલાતા રહે છે. કારણ કે સૂર્ય નિરંતર વિસ્ફોટ થતો રહે છે.

આજ વિસ્ફોટના કારણે સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં સતત બદલાવ થતા રહે છે. શોધકર્તાઓના લીડર ડો. લુસિયા ક્લેઇન્ટનું કહેવું છે કે: “આને પહેલીવાર આ રીતે જોવું એક સુખદ અનુભવ રહ્યો. આના પહેલા આ દૂરબીન આટલી ચોખ્ખી રીતે સૂર્યને નહોતું જોઈ શક્યું. દૂરબીનમાં કરવામાં આવેલા તકનીકી બદલાવના કારણે સૂર્ય સ્પષ્ટ દેખાવવા લાગ્યો.