Bollywood

યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ ગુરુ રંધાવા સાથે ‘સ્લોલી-સ્લોલી’ પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વિડીયો

ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા થોડા દિવસ પહેલા તેના ડાન્સ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી.આ વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ધનાશ્રી વર્માનો ફરીથી એક ડાન્સ વિડીયો સામે આવ્યો છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ વીડિયોમાં મશહૂર યુટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા અને સિંગર ગુરુ રંધાવા ‘સ્લોલી-સ્લોલી’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, ધનાશ્રી અને ગુરુ જે રીતે ડાન્સથી ધમાલ મચાવી રહ્યા છે. આ વિડીયો ધનાશ્રીએ તેની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ધનાશ્રીના આ વીડિયોમાં ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ધનાશ્રી એક ડોક્ટર છે પરંતુ તેને ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની સગાઈની તસ્વીર જયારથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે ત્યારથી ધનાશ્રી તેના ડાન્સ વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. હાલમાં જ ધનાશ્રીના ડાન્સનો વિડીયો ધમાલ મચાવી રહ્યો છે.

ગુરુ રંધાવાની વાત કરવામાં આવે તો તે હાઈ રૈટીડ ગભરુ, શૂટ-શૂટ કરદા, પટોલા, બન જા તું મેરી રાની અને લાહોર જેવા ગીતથી બોલીવુડમાં ઘણું નામ કમાયું છે.

હાલમાં જ ગુરુ રંધાવાનું અમેરિકન સિંગર અને રૈપર પિટબુલ સાથે ‘સ્લોલી-સ્લોલી’ ગીત રિલીઝ થયું હતું. ગુરુ રંધાવાએ તેની કરિયરની શરૂઆત વર્ષ 2013માં કરી હતી. 2017માં ફિલ્મ ‘હિન્દી મીડીયમ’ નું ગીત ‘સુઈટ-સુઈટ’હિટ થયા બાદ તે બોલીવુડમાં પસંદગીનો સિંગર બની ગયો હતો.

 જુઓ વિડીયો