Latest News

દીકરીના બેડરૂમમાં સિક્યુરિટી માટે કેમેરો ફીટ કરાવ્યો પછી જયારે એમાં દેખાયું આ કે રુંવાડા ઉભા થઇ ગયા

લોકો સામાન્ય રીતે ઘરની સુરક્ષા માટે સિક્યોરિટી કેમેરાનો ઉપયોગ કરે છે, પરંતુ હવે એક સમાચાર સામે આવ્યો છે કે તમે વાંચીને ચોંકી જશો. અમેરિકાના ટેનેસી શહેરમાં રહેતી એક બાળકીના રૂમમાં રહેલો કેમેરાને હેકરે હેક કર્યો હતો અને તેણે અવાજ કાઢીને બાળકીને ડરાવી દીધી હતી.

અલીજા નામની 8 વર્ષીય યુવતીના રૂમમાં રીંગ સ્માર્ટ સિક્યુરિટી કેમેરો હતો. જે હેકરો જ હેક જ ના કર્યો પરંતુ ડરામણી અવાજો કરીને તે અલીઝાને ડરાવી પણ રહ્યો હતો.

રીંગ સ્માર્ટ સિક્યુરિટી કેમેરાને હેક કર્યા પછી હેકરે પોતાને સાન્તાક્લોઝ ગણાવ્યો હતો. અવાજો સાંભળ્યા બાદ અલીજાએ તેની માતાને આ વિશે જણાવ્યું, ત્યારબાદ તેની માતા એશ્લેએ પણ અવાજો સંભળાવ્યા અને પોલીસ રિપોર્ટ દ્વારા આ કેમેરા પોલીસવાળાને સમગ્ર વિગતથી વાકેફ કર્યા હતા.

હેકર સાન્તાક્લોઝ હોવાનું કહીને અલીજાને રૂમમાં રાખેલા ટીવી તોડવા માટે ઉશ્કેરતો હતો આ સ્માર્ટ સિક્યુરિટી કેમેરા માટે એશ્લેએ થોડા દિવસો પહેલા બ્લેક ફ્રાઇડે સેલમાં ખરીદ્યો હતો જેથી તેઓ સરળતાથી તેમની ત્રણ પુત્રી પર નજર રાખી શકે. આ ઘટના પછી,એશ્લે હવે ચિંતામાં છે કે હેકરે તેની પુત્રીની પ્રાઈવર્સીને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે.

હેકરે અલીજાના રૂમમાં કેમેરાથી મ્યુઝિક પણ વગાડ્યું અને પૂછ્યું કે શું તે તેની બેસ્ટ ફ્રેન્ડ બનવા માંગે છે. આ ઘટનાની જાણ કર્યા પછી આ કેમેરો બંધ કરવામાં આવ્યો હતો. હવે આ કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો નથી અને પરિવાર તેને પાછો આપવાનો વિચાર કરી રહ્યો છે.

જણાવી દઇએ કે, રીંગ સિક્યુરિટી કેમેરાને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી કનેક્ટ કરી શકાય છે. આ કેમેરામાં પૂરા પાડવામાં આવેલ સ્પીકર દ્વારા પણ યુઝર સાથે વાત કરી શકાય છે. ઇન્ટરનેટથી કનેક્ટ થતા આ કેમેરામાં હેકર્સને આ ઍક્સેસ લઇ લે જ્યારે કેસની જાણ થતાં રિંગે ધ સનને કહ્યું હતું કે કંપની આ ઘટનાની તપાસ કરી રહી છે.