Bollywood

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી રાખીને લગ્ન બાદ પતિ ગુલઝાર મારતા હતા ઢોર માર, આ કારણે થયા હતા બનેં અલગ

બોલિવૂડની રૂપનો અંબાર કહેવાતી અભિનેત્રીના જીવનમાં એક રાત એવી આવીને બધું પૂરુ થઈ ગયું, આજે આવી દેખાય છે

એક સમય હતો જ્યારે ફિલ્મોમાં અભિનેત્રી રાખીનું નામ હતું, પરંતુ આજે રાખી સાવ જુધી દેખાય છે, રાખી એ સમયની ખુબ જ સુંદર અભિનેત્રી પણ હતી, તેના પહેલા લગ્ન 1963માં માત્ર 16 વર્ષની ઉંમરે બંગાળી પત્રકાર અજય વિશ્વાસ સાથે થયા હતા. પરંતુ આ લગ્ન વધુ સમય ટક્યા નહીં અને બંનેના ડિવોર્સ થઈ ગયા.

આ પછી રાખીએ 1973માં ગુલઝાર સાથે લગ્ન કર્યા. ગુલઝારને રાખી પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. ઇન્ડસ્ટ્રીની એક પાર્ટીમાં ગુલઝારે રાખીને જોઈ હતી અને તેમને ગમી ગઈ હતી. એ સમયે ગુલઝાર અને રાખી બંને બોલીવુડમાં ખુબ જ કીર્તિ મેળવી ચુક્યા હતા.

ગુલાઝારે જ્યારે રાખી સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે શરત પણ મૂકી હતી કે લગ્ન બાદ રાખી ફિલ્મોમાં કામ નહિ કરે. રાખીએ પણ ગુલઝારના પ્રસ્તાવની સ્વીકારી લીધો અને લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી.

લગ્નના એક વર્ષ બાદ તેમના ઘરે એક દીકરી પણ આવી. મેઘના. રાખીને એમ હતું કે ગુલાઝારે બહારની ફિલ્મોમાં કામ કરવાની ના પાડી છે પરંતુ તેમની પોતાની ફિલ્મોમાં તે કામ કરવાની છૂટ આપશે. પરંતુ ગુલાઝારે તેમને પોતાની ફિલ્મોમાં પણ ના લીધા. જેના કારણે એકલા રહીને રાખી કંટાળતી હતી.

એકવાર ગુલઝાર પોતાની ફિલ્મ “આંધી”નું લોકેશન શોધવા માટે કાશ્મીર ગયા હતા. ત્યાં તેમની સાથે રાખી પણ હાજર હતી. આ દરમિયાન ગુલઝાર સખત કામમાં ડૂબેલા હતા અને રાખી બેઠી બેઠી કંટાળી રહી હતી.

પરંતુ સૌથી ખરાબ ત્યારે બન્યું જ્યારે ફિલ્મના કલાકાર સંજીવ કુમાર અને સુચિત્રા સેન પાર્ટી કરી રહ્યા હતા. સંજીવે ખુબ જ ડ્રિન્ક કર્યું હતું. જયારે સુચિત્રા તેના રૂમની અંદર જઈ રહી હતી ત્યારે સંજીવે તેનો હાથ પકડીને ખેંચી રાખતો હતો જેના કારણે ગુલઝારે સુચિત્રાનો હાથ છોડાવી તેને રૂમ સુધી મુકવા માટે ગયા હતા. અને થોડીવાર સુધી તેનો ગુસ્સો શાંત કરાવવા માટે ત્યાંજ બેસી રહ્યા હતા.

આ દરમિયાન રાખીએ સુચિત્રા સાથે રૂમમાં જતા ગુલઝારને જોઈ લીધા હતા. રૂમમાંથી જયારે ગુલઝાર પાછા આવ્યા ત્યારે રાખીએ સુચિત્રાને રૂમની અંદર સુધી મુકવા જવાનું કારણ પૂછ્યું, ગુલઝાર નહોતા ઇચ્છતા કે સંજીવ વાળી વાત બહાર આવે જેના કારણે તેમને રાખીને કઈ જણાવ્યું નહિ અને બાજુમાંથી નીકળવા ગયા પરંતુ રાખીએ તેમનો રસ્તો રોકી લીધો.

ત્યાં જ ઉભેલા હોટેલના સ્ટાફ અને બીજા લોકોના જણાવ્યા પ્રમાણે એ સમયે રાખીને ગુલાઝારે ઢોર માર માર્યો, અને ત્યારબાદ ગુલઝાર પોતાની રૂમમાં જઈને દારૂના નશામાં ધુત્ત થઇ ગયા. આ અનુભવ રાખી માટે ખુબ જ ત્રાસદાયક હતો.

પરંતુ આ ઘટના બાદ રાખીએ પણ એક નિર્ણય કરી લીધો. બીજા દિવસે સવારે જ રાખી યશ ચોપડાને મળી. જે કાશ્મીરમાં જ પોતાની ફિલ્મ “કભી-કભી” માટે લોકેશન શોધવા માટે આવ્યા હતા. યશ ચોપડા પહેલેથી જ ઈચ્છતા હતા કે રાખી તે ફિલ્મમાં તેમની સાથે કામ કરે. તે તેના માટે ગુલઝાર પાસે પણ પરવાનગી માંગવા માટે તૈયાર હતા. પરંતુ તેની જરૂર પડી નહીં. રાખી સામેથી જ યશ ચોપડા પાસે જઈ ચઢી અને એ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું.

ગુલઝારે ત્યારબાદ ઘણા પ્રયત્નો કર્યા કે રાખીને દિમાગને બદલી શકાય. પરંતુ રાખી તે ઘટનાને ભૂલી નહિ. અને બંને ત્યારથી અલગ થઇ ગયા.

આજે રાખી અલગ પોતાના ફાર્મહાઉસમાં રહે છે, જ્યાં તે સાવ બદલાઈ ગઈ છે. વધતી ઉંમર સાથે તેના ચહેરાનું નૂર પણ ચાલ્યું ગયું છે, પરંતુ આજ સુધી તેને ગુલઝાર પાસે ડિવોર્સ લીધા નથી.

ગુલઝાર આજે પણ રાખી સાથે ફોન ઉપર વાતો કરે છે અને કેટલાક પ્રસાંગો ઉપર બંને સાથે પણ જોવા મળે છે.