Ajab Gajab

સોના જેટલું મોંઘુ છે આ ભારતીય શાક, વિદેશમાં છે આ શાકની ખુબ બોલબાલા, મોદીની તંદુરસ્તીનું છે રહસ્ય

બજારમાં કેટલાય પ્રકારના શાક માલ્ટા હોય છે અને આપણે તે ખરીદીને ખાતા પણ હોઈએ છીએ, હોટેલમાં પણ બજારમાં મળતા એજ શાકને તૈયાર થાળીએ થોડા વધારે રૂપિયા આપીને પણ ખાઈએ છીએ, પરંતુ એક શાક એવું છે જે ખરીદવા માટે તમારે એકવાર નહિ પરંતુ હજાર વાર વિચાર કરવો પડે. આ શાકની ડિમાન્ડ વિદેશમાં પણ ખુબ જ છે.

જો તમે આ શાક ખરીદવાની ઈચ્છા રાખતા હોય તો તમારે તેના માટે ઓછામાં ઓછા એક કિલોગ્રામ માટે 30 હજાર રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. આ શાકને બનાવવા માટે ખાસ્સી મહેનતની જરૂર પડે છે. કારણ કે તેને ખાવાથી હ્રદય સંબંધિત કોઈ બીમારી થતી નથી.. અને આ શાક મળતી વિટામિનનો ભંડાર છે.

ભારતનું આ સૌથી મોંઘુ શાક હિમાલયમાંથી આવે છે. જેની દુનિયાભરમાં ખુબ જ મોટી ડિમાન્ડ છે. વળી આ શાક નરેન્દ્ર મોદી પણ ખાય છે. અને આ તેમની તંદુરસ્તીનું રહસ્ય છે. આ વાત તેમને પોતે જ એક કાયર્કર્મ દરમિયાન કરી હતી. જેના બાદ તેની કિંમતોને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી હતી.

આ શાક છે હિમાચલના મશરૂમને ‘ગુચ્છી’. ગુચ્છી હિમાલય પર મળી આવતા જંગલી મશરૂમની એક પ્રજાતિ છે. બજારમાં તેની કિંમત 25થી 30 હજાર રૂપિયે કિલો છે. ગુચ્છી નામના આ શાકને બનાવવા માટે ડ્રાયફ્રૂટ, શાક અને દેશી ઘીનો ઉપયોગ થાય છે. તે ભારતનું દુર્લભ શાક છે. જેની માંગ વિદેશોમાં પણ થાય છે. લોકો મજાકમાં કહે છે કે જો ગુચ્છીનું શાક ખાવું હોય તો બેંકથી લોન લેવી પડી શકે છે.

આ શાકની ખાસ વાત એ છે કે તેનું ઉત્પાદન નથી થઇ શકતું પરંતુ તેને પ્રાકૃતિક રીતે જ મેળવી શકાય છે. તે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઊંચા પહાડો એ જંગલોમાં મળી આવે છે અને બરફના વધવા આને ઓગળવા દરમિયાન જ તે ઉગે છે.

હવે બહુ ઓછું આ શાક મળી આવવાના કારણે તેની કિંમત પણ ખુબ જ વધારે છે. એટલા માટે તેની કિંમત ક્યારેક ક્યારેક 30 હજાર રૂપિયા કિલો સુધી પણ પહોંચી જાય છે. જો કે એક કોલોની અંદર ઘણા મશરૂમ આવે છે. કારણ કે આ સુકાવા ઉપર જ વેચાય છે.

આ શાક માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ આપણા પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે. પાકિસ્તાનમાં આવેલી હિન્દકુશ પહાડી ઉપર પણ આ શાક ઉગે છે. અને પાકિસ્તાનમાંથી પણ વિદેશમાં આ શાકની નિકાસ કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.