Recipe

આ રીતે બનાવો જામફળની સ્વાદિષ્ટ ચટણી, સ્વાદ આવશે એવો કે તમને વારંવાર ખાવાનું મન થશે, ક્લિકને વાંચો સરળ રેસિપી

ઠંડીના સમયમાં આવવા વાળા જામફળ ના ફક્ત ટેસ્ટ માટે બેસ્ટ હોય છે પરંતુ ગુણોથી પણ ભરપૂર હોય છે.ઘણી જગ્યાએ તેમાંથી અલગ અલગ વ્યંજન પણ બનાવવામાં આવે છે. જામફળની ચટણી પણ બનાવવામાં આવે છે. જેને પરાઠા અથવાતો શાક રોટલી સાથે ખાઈ શકાય છે. જે ખાવાના સ્વાદને પણ ડબલ કરી દે છે. તો ચાલો આજે અમે તમને જામફળની ચટણી બનાવવાની ખુબ જ સરળ રીત જણાવીએ.

જામફળની ચટણી બનાવવાની સામગ્રી:

  • 2 જામફળ
  • 1થી 2 લીલા મરચા
  • અડધો કપ કાપેલા લીલા ધાણા
  • 1 લીંબુ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • અડધી નાની ચમચી સંચળ
  • 5-6 કાળા મરી
  • એક નાની ચમચી શેકેલું અને પીસેલું જીરું
  • મીઠું સ્વાદ અનુસાર

જામફળની ચટણી બનાવવાની રીત:

  • જામફળને સારી રીતે ધોઈને તેના બીજ કાઢી લેવા
  • લીલા મરચા, લીલા ધાણા આને આદુને સારી રીતે ધોઈ લેવું.અને લીલા મરચા અને લીલા ધાણાના ડાળખાં કાપી અને કાપી લેવા. આદુની છીણી લેવું.
  • હવે મિક્સરના કપની અંદર જામફળ, લીલા મરચા, લીલા ધાણા, આદુ, સંચળ, મીઠું, કાળા મરી, શેફુલુ જીરું, લીંબુનો રસ ઉમેરી તેમાં થોડું પાણી નાખવું. ત્યારબાદ આ મિશ્રણને મિક્સરમાં ફેરવી લેવું.
  • તમારી જામફળની ચટણી તૈયાર છે. હવે તમને તને પરાઠા. રોટલી કે દાળ ભાટ સાથે પણ ખાઈ શકો છો.

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.