Bollywood

અરે બાપ રે, સલમાનની થનારી નવી ભાભીએ વર્કઆઉટનો વિડીયો મુકતા ચાહકોનું દિલ ખુશ થઇ ગયું

ગજબ, શું ફિગર છે પણ…જુઓ સલમાનના નવા ભાભીનો વિડીયો

બૉલીવુડ ઇન્સ્ટ્રીમાં ફિલ્મોની સાથે સાથે કલાકારોની ફિટ બોડી અને આકર્ષક ફીગર પણ ખાસ મહત્વ રાખે છે. જો કે તેઓના આકર્ષક અને ફિટ બોડી પાછળ કઠોર પરિશ્રમ હોય છે. કલાકો સુધી જીમમાં પરસેવો વહાવવો પડે છે ત્યારે જઈને આવું ફિગર મેળવી શકાય છે.

શરીરને ફિટ રાખવા માટે ભરપૂર કસરતની સાથે સાથે યોગ્ય ખાણી-પીણીનું પણ એટલું જ મહત્વ છે. જો કે બોલીવુડના કલાકારો પોતાની ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે અને એમાંની જ એક અરબાઝ ખાનની પ્રેમીકા જોર્જિયા એન્ડ્રિયાની.

જોર્જીયાનું આકર્ષક શરીર જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે તે ક્યારેય પણ વર્કઆઉટ કરવાનું નથી ભૂલતી. લોકડાઉંન વચ્ચે જોર્જિયાએ પોતાનો કસરત કરતો વિડીયો શેર કર્યો હતો જે દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વિડીયો શેર કરીને જોર્જિયાએ લખ્યું કે,”ફિટનેસ ખુબ જ જરૂરી છે કેમ કે તે આપણને ખુશ, મજબૂત અને સ્વસ્થ રાખે છે. તે આપણા તણાવપૂર્ણ જીવન માટે ખુબ જરૂરી છે. એક ફિટ વ્યક્તિ એ જ છે જે હંમેશા સક્રિય રહે છે. જે લોકો કોઈપણ શારીરિક ગતિવિધિ નથી કરતા તેઓ ખુબ જ સુસ્ત અનુભવવા લાગે છે”.

જોર્જિયાએ આગળ કહ્યું કે,” ફિટનેસ કોઈપણ વિજેતાની દિનચર્યાનો એક અભિન્નત અંગ હોય છે માટે હંમેશા ફિટનેસને પસંદ કરો”.

વરકફ્રન્ટની વાત કરીએ તો જોર્જિયા અરબાઝ ખાન એન પ્રિયા પ્રકાશ વોરિયરની ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’માં આઈટમ સોન્ગ કરતી જોવા મળશે.

આ સિવાય તે ‘વેલકમ ટુ બજરંગપુર’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે, સંજય મિશ્રા અને તિગ્માંશુ ધુલીયા પણ ખાસ કિરદારમાં હશે.