Bollywood

જયારે શાહરુખ ખાને ધર્મને લઈને તેની પત્નીને કહી દીધી હતી આ વાત, ગૌરીએ જ કહ્યું તે સાંભળીને રહી ગયા હતા બધા શોક્ડ

થોડા સમય પહેલા સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા હાથ ધરતા લસમનાય નાગરિકની જેમ સેલેબ્સ પણ ઘરની બહાર નીકળવા લાગ્યા છે. લોકડાઉનમાં ઘણા સેલેબ્સની જૂની તસ્વીર ણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને લઈને એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હકીકતમાં, થોડા વર્ષો પહેલા ગૌરીએ શાહરૂખના ધર્મ વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી, જે સાંભળીને બધા ચોંકી ગયા હતા.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાન મુસ્લિમ છે ત્યારે ગૌરી હિન્દુ છે. જો કે, આ કપલના બાળકો તેમના માતાપિતાના બંને ધર્મોનું પાલન કરે છે.

શાહરૂખ અને ગૌરીના પ્રેમમાં પણ ધર્મ એક મોટી દિવાલ હતી. ગૌરીના પરિવારની સામે શાહરૂખ 5 વર્ષ હિંદુ રહ્યો હતો. આખરે સત્ય સામે આવ્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આખરે પરિવારના સભ્યો સંબંધ માટે તૈયાર થઈ ગયા.

શાહરૂખ અને ગૌરી કોલેજના દિવસોમાં પહેલીવાર દિલ્હીમાં મળ્યા હતા. બંને પ્રેમમાં પડ્યાં અને 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. શાહરૂખે બોલિવૂડમાં પ્રવેશ કર્યો તેના એક વર્ષ બાદ 1991માં બંનેએ લગ્ન કર્યાં હતાં.

શાહરૂખ અને ગૌરીએ એક વાર નહીં પરંતુ ત્રણ વાર લગ્ન કર્યા. તેનું પ્રથમ લગ્ન કોર્ટ મેરેજ હતું. બીજા લગ્ન મુસ્લિમ રિવાજો સાથે થયા અને ત્રીજાના લગ્ન પંજાબી રીતરિવાજ મુજબ થયા હતા.

અફેર વચ્ચે શાહરૂખ અને ગૌરીનું પણ બ્રેકઅપ થયું હતું. તેના કારણે જ શાહરૂખ એકદમ પઝેસિવ રહ્યો. શાહરુખન ગૌરી કોઈની સાથે વાત કરવાનું કે બીજાની સામે વાળ ખોલે તે પસંદ નહોતું. આ બધાથી ત્રસ્ત ગૌરી શાહરૂખથી દૂર થઈ મુંબઇ ચાલી ગઈ હતી.

શાહરૂખ પોતાના ખિસ્સામાં 10 હજાર રૂપિયા લઈને ગૌરીને મનાવવા મુંબઈ પહોંચ્યો હતો. રેલ્વે સ્ટેશન, બેંચ અને ગલીઓમાં સૂઈ ગયા હતા. આ બાદ ગૌરી ગોરાઇ બીચ પર મળી હતી. આ પછી બંનેનો ઝઘડો સમાપ્ત થયો અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

લગ્ન પછી ઘણી વાર સવાલ ઉભો થયો કે શાહરૂખ સાથે લગ્ન કર્યા પછી ગૌરી પોતાનો ધર્મ બદલી નાખશે. ગૌરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ સવાલ સાંભળીને તે ખૂબ જ ઇરીટેડ થઈ ગઈ હતી.

જ્યારે ગૌરી પહેલીવાર કરણ જોહરના શોમાં ગઈ ત્યારે તેને ધર્મ વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમણે કહ્યું હતું કે- હા અમારો ધર્મ જુદો છે, પરંતુ તેનથી અમારા સંબંધમાં કોઈ ફેર પડતો નથી.

ગૌરીએ કહ્યું હતું કે- હું શાહરુખના ધર્મનો આદર કરું છું પરંતુ તેનો અર્થ એ નથી કે હું મારા ધર્મને બદલીને મુસ્લિમ બનું. હું આ વસ્તુઓમાં વિશ્વાસ કરતી નથી.

ગૌરીએ કહ્યું હતું કે દરેકને તેમના પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે અને હું તે પણ કરું છું. ગૌરીએ એમ પણ કહ્યું હતું કે શાહરૂખના માતાપિતા હવે આ દુનિયામાં નથી તેથી તે આખા ઘરની સંભાળ રાખે છે. અને દરેક તહેવાર સંપૂર્ણ નિષ્ઠાથી ઉજવે છે.