Dharmik

ભગવાન શ્રી ગણેશ આ વાતોથી થાય છે ક્રોધિત, કરી નાખે છે વિનાશ, ગણેશ ચતુર્થી પર જાણો ખાસ વાત

ગણેશ ચતુર્થી બાદ ઠેર ઠેર ગણપતિ બાપ્પાની સ્થપના થઇ ગઈ છે. અને ભક્તો ગણપતિની ભક્તિમાં લિન છે. બાપ્પાને વિઘ્નહર્તા પણ  કહેવામાં આવે છે. અને આપોના હિન્દૂ સંકૃતિ પ્રમાણે દરેક શુભ કાર્યની શરૂઆત ગજાનન ગણપતિની પૂજા સાથે જ શરૂ થાય છે. પરંતુ આજે અમે તમને ગણપતિ બાપ્પા કઈ વાતથી ક્રોધિત થાય છે તેના વિષે જણાવાના છીએ. આ જે પાંચ ઉદાહરણો તમને જણાવીએ છીએ તેના દ્વારા બાપ્પા ક્રોધિત થયા હતા, અને જેના કારણે મોટો વિનાશ પણ થઇ શકે છે. તમે પણ આ બાબતો કરતા પહેલા બચીને રહેજો.

1. પરશુરામ સાથે થઇ ગયું હતું યુદ્ધ:
ગણપતિ બાપ્પાને અહંકાર જરા પણ પસંદ નથી. જો તમે બાપ્પાના આશીર્વાદ મેળવવા માંગો છો તો સૌથી પહેલા તમારે તમારા અહંકારને છોડવો પડશે. ભગવાન પરશુરામને પણ એકવાર અહંકાર થઇ ગયો હતો. જેને ભગવાન ગણેશે તોડ્યો હતો. બ્ર્મ્હાંવૈવર્ત પુરાણમાં જણાવ્યા પ્રમાણે પરશુરામ એકવાર ભગવાન શિવને મળવા માટે કૈલાશ જઈ રહ્યા હતા, પરંતુ ભગવાન ગણેશે તેમને રોકી લીધા. ત્યારે પરશુરામે ગણેશને કહ્યું કે મારા રસ્તામાંથી હટી જાવ, મારે ભગવાન શિવને મળવું છે અને મને કોઈ રોકી શકે એમ નથી. ત્યારે ગણેશજીએ કહ્યું જ્યાં સુધી ભગવાન શિવ આજ્ઞા ના આપે ત્યાં સુધી હું તમને જવા નહિ દઉં. આ વાત ઉપર પરશુરામને ગુસ્સો આવ્યો અને ગણેશજી સાથે તેમનું યુદ્ધ થઇ ગયું. યુદ્ધમાં જયારે પરશુરામ હરિ ગયા ત્યારે તેમને પોતાના હાથની ફરસીથી ગણેશજીનો દાંત તોડી નાખ્યો.  ત્યારથી તે એકદંતના નામથી જાણીતા બન્યા. કથાનો સાર છે કે પરશુરામના અહંકારના કારણે ગણેશજી સાથે તેમનું યુદ્ધ થયું.

2. કુબેરનો કરી દીધો હતો ખજાનો ખાલી:
ક્યારેય કોઈ વાતનું અભિમાન ના કરવું જોઈએ. તેનાથી નુકશાન કરી બેસાય છે. એકવાર દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવને પોતાના સોનાના ભંડાર ઉપર ખુબ જ ગર્વ હતું. ત્યારે તેમને પોતાના વૈભવના પ્રદર્શન માટે એક મહાભોજ રાખ્યો. તેના માટે તે ભગવાન શિવને બતાવવા માટે આમંત્રણ આપવા માટે પહોંચ્યા. ભગવાન શિવે કહ્યું કે તે તો નહીં આવી શકે પણ ગણેશ આવશે. જયારે ગણેશ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એટલું ખાવાનું શરૂ કર્યું કે કુબેરનો બધો જ ખજાનો ખાલી થવા માટે આવી ગયો. તો પણ તેમની ભૂખ પુરી નહોતી થઇ. ચિંતામાં આવીને કુબેર માતા પાર્વતી પાસે ગયા અને સમગ્ર વાત જણાવી. ત્યારે માતા પાર્વતીએ એક મોદક આપ્યો અને કહ્યું કે આ ગણેશને ખાવા માટે આપજો. મોદક ખાતા જ ભગવાન ગણેશની ભૂખ સંતોષાઈ. ત્યારે ભગવાન ગણેશે કહ્યું કે જયારે તમે એક વ્યક્તિને ભરપેટ ભોજન નથી કરાવી શકતા તો આટલા મોટા વૈભવનું શું મૂલ્ય? આ વાત સાંભળીને કુબેરનું બધું જ અભિમાન ઉતરી ગયું હતું. અને તેમેં ભગવાન ગણેશ પાસે ક્ષમા માંગી હતી.

3. ભગવાન શિવ સાથે પણ કરી લીધું યુદ્ધ:
ભગવાન ગણેશને અમર્યાદિત વ્યવહાર પણ બિલકુલ પસંદ નથી. તેના માટે તેમને ભગવાન શિવ સાથે પણ યુદ્ધ કરી લીધું હતું. માતા પારાવતીએ પોતાના મેલથી ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ પૂર્યા. એકવાર પાર્વતીમા સ્નાન કરી રહ્યા હતા ત્યારે ગણેશજીને દરવાજા ઉપર ચોકીદારી કરવા ઉભા રાખ્યા. થોડીવારમાં જ મહાદેવ ત્યારે ગણેશજીએ તેમને અંદર જવાથી મનાઈ ફરમાવી. શિવજી એ બળજબરી કરી છતાં તેમને અંદર જવા દેવામાં ના આવ્યા માટે ભોલેનાથને ગુસ્સો આવતા તેમને પણ ગણેશજી સાથે યુદ્ધ કરી લીધું હતું.

4. ભગવાન ગણેશે છીનવી લીધી હતી મુષ્કાસુરની બધી જ શક્તિઓ:
જે વ્યક્તિ બીજાને કષ્ટ આપે છે તેમની ઉપર ભગવાનની કૃપા નથી રહેતી. તમને ખબર હશે કે ગણેશજીનું વાહન મૂષક મુષ્કાસુર નામે ઓળખાતું હતું. તે ખુબ જ તોફાની અને લોકોને હેરાન કરતું હતું. મુષ્કાસુર સાધુ સંતોને પણ હેરાન કરતો હતો અને તમેની પૂજાનો સામન લઈને પણ ભાગી જતો હતો. મુષ્કાસુરના ઉપદ્રવથી હેરાન થઈને સાધુ સંતો ભગવાન ગણેશ પાસે પહોંચ્યા. ત્યારે ગણેશજીએ મુષ્કાસુરને પકડી તેને પોતાનું વાહન બનાવી લીધું. ગણેશે બીજાને કષ્ટ આપનાર મુષ્કાસુર સુરને સજા આપી અને તેની બધી જ શક્તિઓ છીનવી પોતાનું વાહન બનાવી લીધું.

5. તુલસીને આપ્યો હતો ભગવાન ગણેશે શ્રાપ:
ગણપતિની પ્રાપ્તિ માટે તમારે મોહ ત્યજવો પડે છે. સંસારમાં ક્યારેય કોઈ વસ્તુનો મોહ રાખવો નહીં. મોહ હંમેશા ઈશ્વરને મળવાના બધા જ દરવાજા બંધ કરી દે છે. ભગવાન ગણેશે એકવાર તુલસીદેવીને પણ તેના માટે સજા આપી હતી. એકવાર ભગવાન ગણેશ તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી તુલસી દેવી પસાર થતા હતા. ભગવાન ગણેશને જોઈને તુલસી મોહિત થઇ ગયા. અને તમેની સાથે લગ્ન કરવા માંગતા હતા. ત્યારે ગણેશજી તેમનાથી નારાજ થઇ ગયા અને પોતાને બ્રમ્હચારી જણાવી લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો.  ત્યારે તુલસી દેવી નારાજ થયા અને તેમને ગણેશજીને શ્રાપ આપ્યો કે તમારે એક નહીં પરંતુ બે લગ્ન થશે.  આના ઉપર ગણેશજીને ગુસ્સો આવતા તેમને તુલસી દેવીને પણ શ્રાપ આપતા કહ્યું કે તમારા લગ્ન એક અસુર સાથે થશે.  ભગવાનના આ શ્રાપ ઉપર તુલસીએ માફી માંગી ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારો વિવાહ શંખચૂર્ણ રાક્ષસ સાથે થશે અને તમે ભગવાન વિષ્ણુના સૌથી અતિપ્રિય હોવાની સાથે કળયુગના સમયમાં જીવન અને મોક્ષ આપનારા હશો.