Lifestyle

પત્ની પાસેથી જ કરાવતા હતા દરેક નવા કામનું શુભારંભ, ખુબ જ દિલચસ્પ છે ધીરુભાઈ અંબાણીની લવસ્ટોરી

ધીરુભાઈ અંબાણીના પ્રેમ કરવાની અદા હતા કોકિલાબેન, રસપ્રદ સ્ટોરી

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીની લાઈફસ્ટાઇલ અને લવસ્ટોરી વિશે તો દરેક કોઈને જાણ હશે જ પણ મુકેશજીના પિતા ધીરુભાઈ અંબાણી અને માતા કોકિલાબેનની જીવનશૈલી પણ સામાન્ય માણસની જેમ સંઘર્ષો ભરી રહી હતી અને તેઓની લવસ્ટોરી પણ લાજવાબ હતી. આવો તો તમને જણાવીએ તેમના જીવનની અમુક ખાસ વાતો.


જામનગરમાં એક મધ્યમ પરિવારમાં જન્મેલા કોકીલાબેનના લગ્ન ધીરુભાઈ અંબાણી સાથે વર્ષ 1955 માં થયા હતા. લગ્નના અમુક સમય પછી ધીરુભાઈ કામની બાબતને લીધે અદેન રહેવા ચાલ્યા ગયા હતા જેના પછી કોકીલાબેનને પણ ત્યાં બોલાવી લીધા હતા.

એક ઇન્ટરવ્યૂમાં કોકિલાબેને કહ્યું હતું કે તે સમયે ધીરુભાઈનો પ્રેમ વ્યક્ત કરવાનો અંદાજ તેને ખુબ પસંદ આવ્યો હતો. કોકિલાબેને કહ્યું કે,”જ્યારે તે ગુજરાતના ચોરવાડથી અદેન જવા માટે નીકળ્યા ત્યારે ધીરુભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે મેં તારા માટે ગાડી લીધી છે, હું તને લેવા માટે આવી રહ્યો છું. જણાવ કે ગાડીનો કેવો રંગ હશે? ઈટ ઇઝ બ્લેક લાઈક મી!”

ધીરુભાઈ કોઈપણ નવા કામની શરૂઆત કરતા પહેલા કોકિલાબેન સાથે ચર્ચા જરૂર કરતા હતા. પત્ની માટે ધીરુભાઈનું ખુબ સન્માન હતું. કોઈપણ નવા કામનું શુભારંભ પણ તે કોકીલાબેનના હાથથી જ કરાવતા હતા.

જો કે અંગ્રેજી કઈ ખાસ ન જાણવાને લીધે કોકીલાજીને પ્રોજેક્ટ સાથે જોડાયેલી બાબતો સમજવામાં મુશ્કેલીઓ આવતી હતી માટે ધીરૂભાઇએ કોકીલાજીને અંગ્રેજી શીખવવા માટે અંગ્રેજી શિક્ષક પણ રાખી લીધા હતા.

કોકીલાજીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોઈપણ નવા શહેરમાં જતા પહેલા ધીરુભાઈ શહેર સાથે જોડાયેલી જાણકારી કાઢવાની જવાબદારી મને સોંપી દેતા હતા અને તે પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

કોકીલાજીએ કહ્યું જે જ્યારે તેમણે નવું એરક્રાફટ લીધું ત્યારે તેમણે મારા મિત્રોને પણ બોલાવવાની જીદ કરી હતી. તે પોતાના મિત્રોને હંમેશા બહાર ફરવા જવા માટે બોલાવતા હતા અને મને પણ પ્રેરિત કરતા હતા. તેમનામાં બિલકુલ પણ ઘમંડ ન હતું.

વર્ષ 2002 કોકીલાજી માટે ખુબ મુશ્કિલ સાબિત થયું કેમ કે હાર્ટ એટેકને લીધે ધીરુભાઈનું નિધન થઇ ગયું હતું.

જેના પછી વર્ષ 2009 માં ધીરુભાઈ અને કોકીલાબેનના નામે એક હોસ્પિટલ ખોલવામાં આવી હતી. મુંબઈ સ્થિત આ હોસ્પિટલ લોકોને નવી જિંદગીઓ આપી રહી છે.