Bollywood

ચહલની થનારી દુલ્હાનનો બીજો એક વિડીયો વાયરલ, ચાહકોએ કહ્યું: ઓવર એક્ટિંગની દુકાન

ભારતીય ટિમ ઇન્ડિયાના સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલે થોડા સમય પહેલા જ પોતાની સગાઈની ખબરો આપી અને ચાહકોને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ચહલે પોતાની મંગેતર ધનશ્રી સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ચહલની મંગેતર ધનશ્રી ડોક્ટર હોવાની સાથે એક યુટ્યુબર પણ છે. અને પોતાના ડાન્સિંગના વિડીયો તે અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

ધનશ્રીનો હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. ચાહકોને આ વિડીયો ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. ધનશ્રીના યુટ્યુબ ઉપર 1.5 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે જ્યારે તે ઇન્સ્ટાગ્રામમાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેમાં પણ તેના 6 લાખ ફોલોઅર્સ છે.

ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક ડાન્સ વિડીયો શેર કર્યો છે. જે ખુબ જ પ્રખ્યાત ગીત mamacita ઉપર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો ઉપર ચાહકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે.

ધનશ્રીના આ ડાન્સ વિડીયો ઉપર એક વ્યતિને કોમેન્ટમાં જ જણાવ્યું કે: “ઓવર એક્ટિંગની દુકાન”. તો બીજા એક વ્યક્તિએ કોમેન્ટ કરીને કહ્યું કે “ચહલને પણ બોલાવી લો.”

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

9 ઓગસ્ટના રોજ ચહલ અને ધનશ્રીની સગાઈના ફોટો શેર થતા જ ધનશ્રી પણ લાઇમલાઇટમાં આવવા લાગી છે. તે એક ડોક્ટર, યુટ્યુબર, કોરિયોગ્રાફર અને મુંબઈમાં પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે.