Lifestyle

ક્રિકેટર ચહલની મંગેતર ધનશ્રી વર્માએ ‘યે લડકી પાગલ હૈં’ ગીત પર કર્યો જબરદસ્ત ડાંસ, જુઓ વિડીયો

ધમાકેદાર ડાન્સનો વિડીયો જોઈને ચહલના ચાહકો પાગલ થઇ ગયા, જુઓ તમે પણ

ભારતીય ક્રિકેટ ટીમના ગેંદબાજ યુજવેન્દ્ર ચહલએ અમુક દિવસો પહેલા જ ફેમસ યુ-ટ્યૂબર અને ડાંસર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. બંન્નેએ અચાનક સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. સગાઈની તસ્વીરો પણ બંન્નેએ પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી.

ધનશ્રી વ્યવસાયથી જો કે એક ડોક્ટર છે પણ ડાન્સરના સ્વરૂપે તેણે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. ધનશ્રી ઓનલાઇન ડાન્સિક ક્લાસ પણ ચાલવે છે અને પોતાના ડાન્સિંગ વિડીયો શેર કરતી રહે છે.

એવામાં તાજેતરમાં જ ધનશ્રીનો એક અન્ય વિડીયો સામે આવ્યો છે જેમાં તે રૈપર બાદશાહના ગીત ‘યે લડકી પાગલ હૈ’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં ધનશ્રી નર્સનો ડ્રેસ પહેરીને ડાંસ કરી રહી છે. હંમેશાની જૅમ ધનશ્રીનો આ ડાન્સ અને સ્ટેપ્સ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.

વીડિયોને શેર કરીને ધનશ્રીએ લખ્યું હતું કે,”તમારા મિત્રોને ટેગ કરો અને જણાવો કે તમને આ કોરિયોગ્રાફી કેવી લાગી?” જો કે ધનશ્રીનો આ વિડીયો જૂનો છે પણ તે હાલ ચર્ચાનો વિષય બનેલો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે. ધનશ્રીના વિડીયો પર એક લાખથી પણ વધારે વ્યુસ મળી ચુક્યા છે અને હજારો લાઇક્સ પણ મળી છે.

જુઓ ધનશ્રીનો જબરદસ્ત ડાંસ કરતો વિડીયો…