જુઓ કોણ છે એ કપલ જે નિઃસંતાન રહી ગયા
લગ્ન પછી, લગભગ દરેક લોકોનું સ્વપ્નું હોય છે કે તેનું પોતાનું સંતાન હોય. જોકે ઘણા લોકો આજીવન બાળક વગરના જ રહે છે. ઘણા તેની મરજીથી બાળકો નથી કરતા તો ઘણા કારણોસર માતા-પિતા નથી બની શકતા. એવો જાણીએ બોલીવુડ સેલિબ્રિટી કપલ પર નજરે આવે છે જે લગ્ન બાદ માતાપિતા નથી બની શકતા.
1.જાવેદ અખ્તર-શબાના આઝમી
જાવેદ અખ્તરના પહેલા અભિનેત્રી હની ઇરાની સાથે 1972 માં લગ્ન થયા હતા. આ લગ્નથી જાવેદ અખ્તરને બે બાળકો હતા ઝોયા અને ફરહાન. હની ઇરાનીથી છૂટાછેડા બાદ જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે લગ્ન કર્યા. બંનેએ સંતાન ન લેવાનું નક્કી કર્યું.
2.સાયરા બાનું-દિલીપ કુમાર
સાયરા બાનુએ તેના કરતા 22 વર્ષ મોટા દિલીપકુમાર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ સાયરાની પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ તેને કસુવાવડ થઇ હતી. તે પછી તે ક્યારેય માતા નહોતી બની. આ દંપતીએ તેને અલ્લાહની ઇચ્છા તરીકે સ્વીકાર્યું અને આજીવન નિઃસંતાન રહ્યા હતા.
3.આશા ભોંસલે-આરડી બર્મન
આશા ભોંસલેના લગ્ન ગણપતરાવ ભોંસલે સાથે થયા હતા. આ લગ્નથી આશા ભોંસલેના 3 બાળકો હતા. બંનેએ 11 વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા. આશા ભોંસલેએ 1980માં આરડી બર્મન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પરસ્પર સંમતિથી સંતાન ના કરવાનો ફેંસલો કર્યો હતો.
4.અનુપમ ખેર- કિરણ ખેર
અનુપમ ખેર અને કિરણ ખેર જ્યારે રિલેશનશિપમાં આવ્યા ત્યારે પહેલાથી જ લગ્ન કરી ચૂક્યા હતા. લગ્ન પછી મેડિસન કન્ડિશનને કારણે દંપતી ક્યારેય માતાપિતા બન્યું નહીં.
5.મોહમ્મદ અઝહરુદ્દીન-સંગીતા બિજલાની
મોહમ્મદ અઝહરુદ્દીને તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા પછી 1996 માં સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા. પ્રથમ લગ્નથી અઝહરને બે બાળકો છે, પરંતુ સંગીતા અને અઝહરને પોતાનાં સંતાન નથી. હવે સંગીતા અને અઝહર પણ અલગ થઈ ગયા છે.