Bollywood

2 લાડલી દીકરી અને 1 દીકરાનો બાપ છે છે 65 વર્ષીય સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી, અબજોપતિ બિઝનેસમેનની પૌત્રી છે તેમની પુત્રવધૂ

પહેલા લગ્નમાં દહેજના કારણે લીધા હતા છૂટાછેડા, સ્પેશિયલ સ્ટોરી

સાઉથના સુપર સ્ટાર ચિરંજીવીની દીકરીના બીજા લગ્ન ખુબ જ ખાનગીમાં કરવામાં આવ્યા હતા. તે છતાં આ ખબરોએ ચારેય તરફ ચર્ચાનું જોર પકડ્યું હતું.

સાઉથના સુપર સ્ટાર અને રાજનીતિજ્ઞ ચિરંજીવીની દીકરી શ્રીજાના બીજા લગ્ન ખુબ જ ખાનગીમાં કરવામાં આવ્યા હતા. લગ્ન એવી રીતે થયા કે આ લગ્નમાં તેના સગા કાકા પણ પહોંચી શક્યા નહોતા.

શ્રીજાના આ લગ્નની અંદર ચીંરંજીવીનો દીકરો રામ ચરણ તેજ, કાકાના દીકરા અને અભિનેતા અલ્લુ અર્જુન જ જોવા મળ્યા. કાકા પવન કલ્યાણ આ લગ્નમાં દેખાય નહોતા.

આ દરમિયાન ખબરો એવી પણ આવી હતી કે ચિરંજીવીની દીકરીના લગ્નનું આમંત્રણ તેના પહેલા પતિ શિરીષ ભારદ્વાજને પણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે આવ્યા નહોતા.

શ્રીજાએ શિરીષ ભારદ્વાજ સાથે 2007માં ભાગીને લગ્ન કર્યા હતા. જોકે પછી બંનેના સંબંધો બગડ્યા હતા. આ લગ્ન અઢી વર્ષ ચાલ્યા હતા અને તે બનેંને એક દીકરી પણ હતી.

શ્રીજાએ શિરીષ પર દહેજની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો. જે પછી બંનેએ છૂટાછેડા લીધા હતા. તે પછી શ્રીજાએ પરિવારજનોની મરજી અનુસાર 2016માં જ્વેલરી બિઝનેસમેન કલ્યાણ સાથે લગ્ન કર્યા હતા.

શ્રીજાના લગ્ન ચિરંજીવીના બેગ્લોરના ફાર્મ હાઉસ ઉપર કરવામાં આવ્યા હતા. ત્યાં ચિરંજીવીની દીકરીના એના મંગેતર કલ્યાણ સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન બાદ ચિરંજીવીએ થોડા દિવસ બાદ ધામધૂમથી પણ લગ્ન કર્યા હતા. જેમાં સાઉથ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડના ઘણા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.