બૉલીવુડ સેલેબ્સ હોય કે ટીવી સ્ટાર બ ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે. સેલેબ્સ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સરળતાથી તેમના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. એવા ઘણા સ્ટાર્સ છે જેમની જબરદસ્ત ફેન ફોલોન્ગ છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે સિતારાઓ ઇન્સ્ટા પર પોસ્ટ્સ શેર કરીને ખૂબ કમાણી કરે છે.
1.પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપડાને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપની હોપર્સ હેડક્યુટરે ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2020 મુજબ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરવા માટે આશરે 2.15 કરોડ રૂપિયા મેળવ્યા છે. ગયા વર્ષે તે આ યાદીમાં 19માં ક્રમે હતી. પરંતુ આ વખતે એક્ટ્રેસ 28માં સ્થાને છે. પરંતુ, તે બોલિવૂડની એકમાત્ર એક્ટ્રેસ છે કે જે આટલું ચાર્જ લે છે.
2.શાહિદ કપૂર
ફિલ્મ ‘કબીર સિંહ’થી પોતાની ફેન ફોલોઇંગ વધારનાર એક્ટર શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 20-30 લાખ રૂપિયા વસૂલ્યા છે. આ ફિલ્મ કરી ત્યારથી યુવાનોમાં તેનો ક્રેઝ અને નિર્માતાઓમાં તેની માંગ વધી ગઈ છે.
3.શાહરુખ ખાન
ઈન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઇંગ ધરાવતા એક્ટર શાહરૂખ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. શાહરૂખ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 80-1 કરોડ લે છે.
4.અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી ફેન ફોલોઇંગ છે. ગત વર્ષના રિપોર્ટ માનીએ તો બિગ બી એક પોસ્ટ માટે 40-45 લાખ રૂપિયાનો ચાર્જ વસુલે છે.
5. આલિયા ભટ્ટ
જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક્ટિવ રહેનારી અભિનેત્રી આલિયા ભટ્ટ ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ નહીં પરંતુ તેણે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. તે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા લે છે.
6. વિરાટ કોહલી
સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપની હોપર્સ એચક્યુ રીચ લિસ્ટ 2020 અનુસાર, ભારતીય હસ્તીઓની આ યાદીમાં અનુષ્કા શર્માના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી પ્રિયંકા ચોપરાથી આગળ છે. તેઓ એક પોસ્ટ માટે 2.20 કરોડ લે છે. તે 26માં ક્રમે છે.