Bollywood

કોઈ મિસકેરેજનું દર્દ તો કોઈ ડિપ્રેશનને લઈને રોઈ પડયા, બધાની સામે તૂટી ગયા હતા 7 સિતારાઓ

જગજાહેર બધાની સામે તૂટી ગયા હતા 7 સિતારાઓ, જાણો શું હતું કારણ

બોલિવૂડની લાઈમલાઈટમાં રહેતા સિતારાઓની ભાવના પણ આપણા સામાન્ય લોકોની જેવી જ છે. ઘણી વખત એવા ક્ષણો આવે છે જ્યાં બોલિવૂડના સેલેબ્સ મીડિયામાં અથવા કોઈ પણ કાર્યક્રમમાં ભાવુક થઇ જાય છે. તેમની આંખો ભરાઈ જાય છે. ચાલો તે નજર કરીએ જ્યારે આ ફિલ્મ સ્ટાર્સ લોકોની સામે રડી પડયા હતા.

1.દીપિકા પાદુકોણ

જ્યારે દીપિકા પાદુકોણને ફિલ્મ પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો ત્યારે તેણે વર્ષો પહેલા પિતા અને તેની બહેન અનીષાને આપેલો પત્ર વાંચ્યો હતો. તે વાંચતી વખતે તેણી પોતાની લાગણીઓને કાબૂમાં કરી શકી નહીં અને તેની આંખો ભરાઈ ગઈ હતી. ભીની આંખે પત્ર વાંચતા જ સાંભળીને પ્રેક્ષકો અને તેના માતા-પિતા પણ રડી પડયા હતા. જ્યારે ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે એક્ટર અને દીપિકાના પતિ રણવીર સિંઘને શ્રેષ્ઠ એક્ટરનો સ્ક્રીન એવોર્ડ મળ્યો ત્યારે ભાવુક થઈને રણવીરે તેની તમામ ક્રેડિટ પત્ની દીપિકાને આપી હતી.આ પ્રસંગમાં દીપિકાની આંખોમાંથી આનંદનાં આંસુઓ આવી ગયાં. હતા. આ સિવાય તે પોતાના ડિપ્રેશન વિષે જણાવી દરેકની સામે ભાવુક થઇ ગઈ છે.

2.અમિતાભ બચ્ચન

બોલિવૂડના બાદશાહ અમિતાભ ‘કૌન બનેગા કરોડપતિ’ ના હોસ્ટ છે અને ઘણી વખત સ્પર્ધકોની દુઃખી વાતો સાંભળીને ભાવુક થતા જોવા મળ્યા છે. જ્યારે અમિતાભની આંખ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2017 ના કાર્યક્રમમાં ભીંજાઈ ગઈ હતી. જ્યારે સ્મૃતિ ઈરાનીએ તેમને ભારત સરકાર તરફથી પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો હતો.

3.સલમાન ખાન

સલમાન ખાનને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ છે. દર વર્ષે સલમાનના જન્મદિવસ પર તેના ઘરની સામે હજારો ચાહકોની ભીડ ઉમટે છે. સલમાન ઘણીવાર તેના પ્રશંસકોના આ પ્રેમ પર ભાવનાશીલ થઈને આંખો લૂછતા જોવા મળ્યો છે. બિગ બોસના સેટ પર તેની 10 વર્ષની જર્ની પર સલમાનની આંખો ભરાઈ ગઈ હતી. સલમાન તેના હોસ્ટિંગના જુદા જુદા મૂડની વિડિઓ ક્લિપ્સ જોયા બાદ રડી પડયો હતો. આ સિવાય તે તેના મિત્ર રજત બરજાત્યાના મોત પર રડતો પણ જોવા મળ્યો હતો.

4.શિલ્પા શેટ્ટી


શિલ્પા શેટ્ટી ઘણી વાર “સુપર ડાન્સર” ડાન્સ શો પર રડતી જોવા મળી છે. કેટલાક લાચાર બાળકોની વાતો સાંભળીને જજ શિલ્પા રડી પડે છે. એક પબ્લિક ઇવેન્ટમાં મિસકેરેજનું દર્દ શેર કરીને ભાવુક થતી જોવા મળી હતી. શિલ્પા તેના પરિવારનું ખાસ ધ્યાન રાખે છે.

5.સંજય દત્ત

સંજય દત્ત તેમના જીવન પરની ફિલ્મ “સંજુ” જોયા પછી ઘણાસમય સુધી ભાવુક થઇ ગયો હતો. તે આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે રણવીર કપૂરને ગળે લગાવતો રહ્યો. 1993 ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત ઠરેલા સંજય દત્ત પહેલી વાર મીડિયાને જવાબ આપતા રડી પડયો હતો.

6.આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ તેની ચુલબુલા અંદાજ માટે જાણીતી છે, પરંતુ તે ખૂબ ભાવનાશીલ પણ છે. ફિલ્મ “હાઇવે” ના ટ્રેલર લોન્ચિંગ સમયે પ્રોમો ઇવેન્ટમાં આલિયા ભટ્ટ તેના આસુને રોકી શકી ન હતી. ફિલ્મનું ટ્રેલર જોઇને તે રડવા લાગી. આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ ડિપ્રેશનનો શિકાર બની છે. એક ઇવેન્ટ દરમિયાન તેની બહેનની હતાશા વિશે વાત કરતી વખતે આલિયા ભટ્ટ પોતાને રોકી શકી નહીં અને રડી પડી હતી.

7.માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત ડાન્સ શો “ડાન્સ દિવાના” ની જજ છે. એકવાર શોના સ્પર્ધક કિશને તેની માતાને સમર્પિત એક ડાન્સ કર્યો હતો ત્યારે પ્રેક્ષકોને માધુરીનો ભાવુક ચહેરો જોવા મળ્યો. તે પુત્રની વાત શેર કર્યા પછી રડવા લાગી. આ સિવાય જ્યારે એક કાર્યક્રમમાં માધુરીને તેની સ્કૂલ અને કોલેજની તસવીરો બતાવવામાં આવી ત્યારે તે ભૂતકાળની ક્ષણોને યાદ કરીને તેના આંસુ રોકી શકી નહીં.