Bollywood

ગણપતિ દરબારમાં સલમાન અને શિલ્પા સહિત તમાતા સિતારાઓ, ચારે તરફ થયો બાપનો જય જય કાર

બોલીવુડના કલાકારો ગણેશ ઉત્સવ ખુબ ધામધૂમથી મનાવે છે. પણ આ વખતે કોરોના મહામારીને લીધે કલાકારોએ ગણપતિ બાપા પોતાના ઘરે જ સ્થાપિત કર્યા હતા. એવામાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ પોતાના ઘરે ગણેશજીનું સ્વાગત કર્યું હતું, અને રવિવારના રોજ થયેલ ગણેશ આરતીમાં બોલીવુડના દિગ્ગજ સિતારાઓ આવી પહોંચ્યા હતા.

બોલીવુડના દબંગ ખાન એવા સલમાન ખાન બહેન અર્પિતા ખાનના ઘરે ગણેશ પૂજામાં શામિલ થવા પહોંચ્યા હતા.

આ સિવાય સલમાનનો પૂરો પરિવાર પણ આ મૌકા પર હાજર રહ્યો હતો અને બાપાનો આશીર્વાદ લીધો હતો.

કોરોના મહામારી વચ્ચે દરેક કોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યું હતું અને આ સિવાય દરેકે માસ્ક પણ પહેરી રાખ્યા હતા.

સલમાન ખાનની બીજી બહેન અલ્વિરા ખાન અને અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા પણ હાજર રહ્યા હતા અને દરેકે મળીને બાપાની આરતી ઉતારી હતી.

આ સિવાય અભિનેત્રી ડૈજી શાહ પણ પૂજામાં શામિલ થઇ હતી અને બાપાની આરતી ઉતારી હતી.

બૉલીવુડ અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીએ પણ બાપાના દરબારમાં હાજરી આપી હતી.

સલમાન ખાનની મિત્ર અને અભિનેત્રી જેકલીન ફર્નાડીઝ ણ પૂજામાં શામિલ થઇ હતી.

આ સિવાય ગણપતિ કાર્યક્રમમાં ખાન પરિવારના અમુક નજીકના મિત્રો પણ શામિલ થયા હતા.

જ્યારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પરિવારના સદસ્યોએ ખુબ ધમાધુમથી બાપાનું વિસર્જન કર્યું હતું. આ સમારોહમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રા અને દીકરા વિયાને ડાન્સ પણ કર્યો હતો.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે માસી પદ્મિની કોલ્હાપુરી, માં શિવાની કોલ્હાપુરી અને તેજસ્વીની કોલ્હાપુરી સાથે મળીને ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કર્યું હતું.