Bollywood Latest News

બિપાસા બાસુએ 6 એક્ટર સાથે કર્યું હતું ડેટ, બાદમાં 4 વર્ષ નાના કરણ સિંહ ગ્રોવર સાથે કરી લીધા હતા લગ્ન

બિપાસા બાસુના 6 જણા સાથે હતા લફરાં, 5 નંબરને જોઈને હોંશ ઉડી જશે

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્નને 4 વર્ષ પૂરા થયા છે. બિપાશાએ 30 એપ્રિલ, 2016 ના રોજ એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. 2015ની ફિલ્મ ‘અલોન’ માં સાથે કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવી ગયા હતા.

ડેટિંગના એક વર્ષ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે, કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન પહેલા બિપાશા તેના અફેરને લઈને ઘણી ચર્ચામાં હતી. આજે અમે તમને બિપાશા બાસુના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેમના વિશે …

આ એક્ટર સાથે જોડાયું હતું બિપાસા બાસુનું નામ

1.સૈફ અલી ખાન

આબાદ બિપાશાનું દિલ બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પર આવ્યું હતું. તે સમય દરમિયાન જ બંને ‘રેસ 2’ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મ બાદ સૈફે વર્ષ 2012 માં અચાનક કરીના સાથે લગ્ન કર્યા હતા.

2.ડીનો મોરિયા

બિપાશા બાસુ અને ડીનો મોર્યાનું નામ ચર્ચામાં રહ્યું હતું. બંને ફિલ્મ ‘રાજ’ માં સાથે જોવા મળ્યા હતા. આ મૂવીમાં બંને વચ્ચે થયેલા બોલ્ડ સીનની ખૂબ ચર્ચા થઈ હતી. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા. થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થયું.

3.જોન અબ્રાહમ

ડીનો બાદ બિપાશા એક્ટર જોન અબ્રાહમ સાથે રિલેશનશિપમાં આવી હતી. તેને ઇન્ડસ્ટ્રીઝનું સૌથી હોટ કપલ માનવામાં આવતું હતું.બંને 9 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં હતા. તેમના છૂટા થવા માટેનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું ન હતું, પરંતુ એવું કહેવામાં આવે છે કે બિપાશા આ સંબંધને લગ્નમાં પરિવર્તન લાવવાનું દબાણ કરી રહ્યા હતા.જ્યારે તે સમયે જોન આવું કરવા માંગતો ના હતા.

4.મિલિન્દ સોમન

બિપાશા બાસુનો પહેલો બોયફ્રેન્ડ મિલિંદ સોમન છે. બિપાશાએ તેના મોડલિંગના દિવસોમાં મિલિંદને ડેટ કરી હતી. બિપાશા જ્યારે મોડેલિંગમાં આવી ત્યારે, મિલિંદ મોડેલ તરીકેની સેલિબ્રિટી બની ગઈ હતી. મોડેલિંગ દરમિયાન તેઓ મિત્રો બન્યા અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બાદમાં બિપાશાએ 1996 માં સુપરમોડેલ હરીફાઈ જીતી હતી. જો કે, આ કપલ જલ્દીથી અલગ થઈ ગયું.

5.રાણા દગ્ગુબતી

‘બાહુબલી’થી ચર્ચામાં આવેલા સાઉથના એક્ટર રાણા દગ્ગુબતીનો પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યો છે. બિપાશા અને રાણાએ 2011 માં સાથે મળીને ‘દમ મારો દમ’ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મના સેટ પર બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતા. પણ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. રિપોર્ટ અનુસાર, રાણાએ બિપાશાને છેતરપિંડી કરી હોય જેના કારણે કપલ અલગ થયું હતું.

6.હરમન બાવેજા

અભિનેતા હરમન બાવેજા બિપાશાને ફિલ્મ ‘ઢીશકયાઉ’માં મળ્યો હતો અને આ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો હતો. હરમન બિપાશાનો છઠ્ઠો પ્રેમ હતો. પરંતુ બંનેના રસ્તા થોડા સમય બાદ અલગ થઇ ગયો હતો. ખુદ બિપાશાએ પણ હરમન સાથેના સંબંધો અંગે ટ્વીટ કર્યું હતું.

વર્ષ 2016માં બિપાસા બાસુએ એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, બિપાસા બાસુ પહેલા કરણ 2 વાર લગ્ન કરી ચુક્યા છે. બિપાશા તેની ત્રીજી પત્ની છે.