Ajab Gajab

કપાળમાં તિલક કરવાના આ 7 છે જબરદસ્ત ફાયદાઓ, વાંચીને તમે પણ આજથી જ કરવા લાગશો

કપાળ પર તિલક લગાવવાથી થાય છે જાદુઈ ફાયદાઓ, જાણો તિલકનું મહત્વ

આપણા હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયમાં તિલક કરવાની પ્રથા ચાલી આવી છે ત્યારે આપણા મનમાં તિલક કરેલા કોઈપણ વ્યક્તિને જોઈને પ્રશ્ન થાય કે આ કદાચ દેખાવ કરવા માટે જ તિલક કરતો હશે. પરંતુ તમને જાણીને એ નવાઈ લાગશે કે તિલક કરવાનું ધાર્મિક કે આધ્યાત્મિક મહત્વ  જ નથી. પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. તિલક લગાવવાથી બીજા પણ ઘણા લાભ થતા હોય છે. ચાલો જોઈએ તિલક લગાવવાના 7 ફાયદાઓ વિશે.

1. તિલક કરવાથી વ્યક્તિ પ્રભાવશાળી બને છે. જો કે તિલક લગાવવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે. કારણ કે તેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મબળમાં ભરપૂર વધારો થાય છે.

2. કપાળની મધ્યમાં નિયમિત તિલક કરવાના કારણે મસ્તિસ્કમાં એક શાંતિનો અનુભવ થાય છે. સાથે સાથે તિલક ઘણા પ્રકારની માનસિક બીમારીઓથી પણ બચાવે છે.

3. દિમાગની અંદર સેરાટોનિન અને બીટા એન્ડોફિરનનો સ્ત્રાવ સંતુલિત રીતે થાય છે. જેનાથી ઉદાસી દૂર થાય છે અને મનમાં ઉત્સાહ જાગવા લાગે છે. આ ઉત્સાહ માણસને સારા કામની અંદર લગાવે છે.

4. તિલક લગાવવાના કારણે માથાના દુઃખાવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

5. હળદર યુક્ત તિલક લગાવવાના કારણે ત્વચા શુદ્ધ થાય છે. હળદરમાં એન્ટી બેક્ટીરિયલ તત્વો હોય છે. જે રોગોથી મુક્ત કરે છે.

6. ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક લગાવવાથી મનુષ્યોના પાપોનો નાશ થાય છે. લોકો ઘણા પ્રકારના સંકટથી બચે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તિલક લગાવવાથી ગ્રહોની શાંતિ થાય છે.

7. એવું માનવામાં આવે છે કે ચંદનનું તિલક લગાવનારનું ઘર અન્ન-ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે.