Dharmik

રોજ મંદિર જવાથી દૂર થશે સંકટ, છુપાયેલા છે આ ચમત્કારિક રહસ્યો

આપનો ભારત દેશ ધર્મપ્રધાન દેશ છે, અહીંયા લોકોમાં ધર્મ પ્રત્યેની એક અલગ જ ભાવના જોવા મળે છે જેના કારણે આપણે મંદિર જોતા જ આપણું માથુ પણ નમાવતા હોઈએ છીએ, ઘણા લોકો પોતાના જીવનમાં એક નિત્યક્રમ રાખતા હોય છે સવારે વહેલા ઉઠી અને મંદિરે  જવાનો તો કોઈ દિવસમાં બે વખત સવાર અને સાંજે પણ મંદિરે જતા હોય છે, મંદિરમાં જવાના ઘન જ ચમત્કારિક ફાયદાઓ છે, મંદિરની શાંતિથી લઈને ત્યાં ચિત્તને એકાગ્ર કરવાની એક સરસ જગ્યા મંદિર છે. મંદિરનો અર્થ જ એ થાય છે, માંથી દૂર ચાલ્યા જવું, જીવનની તકલીફો અને ચિંતાઓને દૂર કરે અને આપણે મંદિરમાં શાંતિથી ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ.

આજના ભાગદોડ ભરેલા જીવનની અંદર મોટાભાગના લોકો પાસે મંદિરમાં જવાનો સમય નથી ત્યારે એ લોકો ઘરની અંદર પણ એક નાનું મંદિર બનાવીને ત્યાં સવાર સાંજ પૂજા અર્ચના કરતા હોય છે. આજે અમે તમને મંદિરમાં જવાના કેટલાક ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું, મંદિરમાં જવાથી જીવનના ઘણા સંકટો દૂર થાય છે, આ વાંચીને તમને પણ રોજ મંદિરમાં જવાની ઈચ્છા થઇ જશે.

એકાગ્રતામાં થાય છે વધારો:
મંદિર એક એવું જગ્યા છે જ્યાં તમે તમારા ચિત્તને એકાગ્ર કરી શકો છો, મંદિરની અંદર રહેલા ચંદનનો ચાંદલો તમે તમારા કપલની અંદર કરો છો ત્યારે ચંદન શીતલતાનું પ્રતીક છે અને એ ચાંદલા દ્વારા જ તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે તેમજ તમે મંદિરના શાંત વાતાવરણમાં બેસીને એકાગ્રતામાં વધારો કઈ શકો છો.

શરીરમાં વધે છે ઉર્જાનું સ્તર:
આજના ભાગદોડ ભરેલા જીવનમાં અને જરૂરિયાતો પુરી કરવા માટે દરેક માણસ માનસિક તણાવમાં જીવતો હોય છે, પરંતુ મંદિર એક એવી જગ્યા છે જ્યાં આવીને દરેક પ્રકારની માનસિક તાણ દૂર થાય છે, મંદિરની અંદરના શાંત અને ભક્તિમય વાતાવરણથી મજગમાં પણ શાંતિ પ્રસરે છે સાથે જ મંદિરમાં ઘંટ અને શંખના આવાજ દ્વારા પણ શરીરમાં એક નવું જોમ અને એક નવો ઉત્સાહ પણ જન્મે છે જેના દ્વારા શરીરની અંદર ઉર્જામાં વધારો થાય છે.

સૌથી પ્રવિત્ર સ્થાન છે મંદિર:
મંદિરનું બાંધકામથી લઈને મૂર્તિપ્રતિષ્ઠા સુધીનો બધો જ વિધિ શહસ્ત્રો અનુસાર કરવામાં આવતો હોય છે અને આપણે જયારે મંદિરમાં જઈએ છીએ ત્યારે એક અલગ જ અનુભૂતિ આપણને થતી હોય છે, મંદિરની અંદર ના કોઈ ચિંતા હોય છે કે ના કોઈ ભય હોય છે. આપણું ચિત્ત એકાકાર થઇ જાય છે. આ શ્રુષ્ટિ ઉપરની દરેક જગ્યાઓ કરતા મંદિર પવિત્ર સ્થાન માનવામાં આવે છે, કારણ કે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે.

શાંતિની ઊંઘ પણ મળી રહે છે:
ઘણી વાતો એવી હોય છે જે આપણે કોઈને જણાવી નથી શકતા, ના કોઈ સામે અભિવ્યક્ત કરી શકીએ છીએ આ આતોના કારણે આપણા મનમાં પણ એક માનસિક તાણ રહે છે, રાત્રે સારી રીતે ઊંઘ પણ નથી આવતી, ઈશ્વર ઉપર આપણને સૌને સંપૂર્ણ શ્રદ્ધા છે ઘણા લોકો પોતાના દુઃખ પણ ઈશ્વર સામે અભિવ્યક્ત કરતા હોય છે ત્યારે તમારા મનમાં રહેલા પ્રશ્નોને પણ તમે ઈશ્વર આગળ મંદિરમાં જઈને અભિવ્યક્ત કરો છો તો મનનો ભાર હળવો થઇ જાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે.

એકલતાથી મળે છે રાહત:
ઘણીવાર જીવનમાં એવા પ્રશ્નો અને એવું દુઃખ ઉદ્ભવે છે જયારે આપણને એકલા રહેવાનું મન થાય છે, તમે ઘરમાં કે કોઈ એવા સ્થળો ઉપર એકલા રહો છો તો તમારા મનની અંદર ચોક્કસ નકારાત્મકતા પ્રવેશે છે પરંતુ જો તમે મંદિરમાં ચાલ્યા જાવ છો તો ત્યાં તમે એકલા પણ રહી શકો છો અને તમારા મનની અંદર સકારાત્મક વિચારોની સાથે સાથે મનમાં જે સમસ્યા ઉદભવી છે તેનું નિવારણ પણ મળી જશે.