Bollywood

ફિલ્મોથી વધારે પ્લાસ્ટિક સર્જરીને લીધે ચર્ચામાં રહી આ 4 હસીનાઓ, એક નો તો ચહેરો બગડી ગયો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક કલાકારો એવું જ ઇચ્છતા હોય છે કે બીજા કરતા વધારે સુંદર દેખાવું, ખાસ કરીને અભિનેત્રીઓ. અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે શું શું નથી કરતી, આ સિવાય તેઓ વધારે સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ સહારો લઇ ચુકી છે. જો કે ઘણીવાર સર્જરી ફેલ થવાને લીધે અમુક અભિનેત્રીઓનો ચહેરો સુંદર બનવાને બદલે એટલી હદ સુધી બગડી ગયો કે મજાકનો ભોગ બનવું પડ્યું. આવો તો જણાવીએ આવી અભિનેત્રીઓ વિશે.


1. શ્રુતિ હસન:
શ્રુતિ હસન સાઉથ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. શ્રુતિએ વધારે સુંદર દેખાવા માટે પોતાના નાકની સર્જરી કરાવી હતી અને શ્રુતિએ પણ આ વાત કબૂલ કરેલી છે.

2. રાખી સાવંત:
પોતાને આકર્ષક અને સુંદર દેખાડવા માટે રાખી અનેક સર્જરીઓ કરાવી ચુકી છે. પહેલા રાખીના હોંઠ ખુબ પાતળા હતા માટે તેના મોટા બનાવવા સર્જરી કરાવી હતી, જેના પછી તેણે બીજા અંગોની પણ સર્જરી કરાવી હતું. ખરાબ સર્જરીને લીધે તેની ખુબ આલોચના થઇ હતી. લોકો તેને પ્લાસ્ટિકની દુકાન પણ કહી ચુક્યા છે.

3. કોએના મિત્રા:
બિગ બૉસ-13 નો હિસ્સો રહેલી અભિનેત્રી કોએના મિત્રાએ પોતાના નાકની સર્જરી કરાવી હતી પણ તેની આ સર્જરી એટલી ખરાબ રહી કે તેને ફિલ્મોમાં કામ મળવાનું પણ બંધ થઇ ગયું. કોએનાએ આ સર્જરી પોતાના જીવનની સૌથી મોટી ભૂલ માની છે. આ દુઃખ તેણે બિગ બોસમાં પણ વ્યક્ત કર્યું હતું.

4. ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહર:
હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જૉલી દેખાવાના ઉદ્દેશ્યથી ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહરે વર્ષ 2014 માં 50 જેટલી સર્જરીઓ કરાવી હતી. સહરે જણાવ્યું કે તે પોતાનો વજન 40 ની ઉપર વધવા દેતી ન હતી પણ સર્જરીને લીધે તેનો ચહેરો ખરાબ થઇ ગયો.