Bollywood

કોકિલાબેન અને ગોપી વહુ વાળો વિડીયો હજુ સુધી તમે જોયો કે નહીં ? ના જોયો હોય તો હમણાં જ ક્લિક કરીને જુઓ, બહુ જ મઝા આવશે

સોશિયલ મીડિયા ઉપર હાલમાં ઘણા મીમ અને ઘણા વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે. હાલમાં જ ટીવીના સૌથી પ્રખ્યાત શો “સાથ નિભાના સાથિયા”ના એક સીન ઉપર પણ એક એવો વિડીયો બન્યો છે જે હાલ ખુબ જ ચર્ચામાં છે.

“સાથ નિભાના સાથિયા” ધારાવાહિક ખુબ જ પ્રચલિત છે અને તેમાં પણ કોકિલાબેન મોદી અને ગોપી વહુ, સૌને ગમતું એક પાત્ર છે, હવે આ બંને પાત્રોના સીન ઉપર એક વ્યક્તિએ મ્યુઝિકલ વિડીયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોની અંદર કોકિલાબેન મોદીના ડાયલોગને સંગીતબદ્ધ કરવામાં આવ્યા છે જેના કારણે આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ સીનમાં કોકિલાબેન તેની વહુ ગોપીને ગુસ્સામાં લડતી દેખાઈ રહી છે. અને કોકીલાબેનના આ ગુસ્સાને સંગીતમાં પરોવવામાં આવતા ખુબ જ વાયરલ થયો છે.

આ કારીગરી યશરાજ મુખાટેનામના એક વ્યક્તિએ કરી છે. તે એન્જીન્યરીંગનો અભ્યાસ કરી રહ્યો છે અને સાથે જ તે એક પ્રોફેશનથી મ્યુઝિક પ્રોડ્યુસર છે. આ વીડિયોને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે.  જેને અત્યારસુધી 45 લાખ કરતા વધારે લોકોએ જોઈ લીધો છે.

તમે પણ નીચે ક્લિક કરીને જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Yashraj Mukhate (@yashrajmukhate) on