Bollywood

લંબાઈમાં અભિનેતાઓને પણ ટક્કર આપે છે આ 10 અભિનેત્રીઓ, જાણો કઈ અભિનેત્રીની કેટલી છે હાઈટ

10 અભિનેત્રીની લંબાઈ તો એટલી બાપ રે બાપ કે હીરો નીચા લાગે

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓની અદાકરી, ફિટ બોડી, સુંદરતાની સાથે સાથે તેઓની હાઈટનું પણ ખુબ મહત્વ છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેની હાઈટ અભિનેતાઓને પણ ટક્કર આપે છે.

1. સુષ્મિતા સેન:
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની હાઈટ સૌથી લાંબી છે. સુષ્મિતાની હાઈટ 5 ફૂટ 9.5 ઇંચ છે. તાજેતરમાં જ તેણે વેબસીરીઝ આર્યા દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સિરીઝમાં તેના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.

2. દીપિકા પાદુકોણ:
દીપિકાની હાઈટને લીધે તે દરેક અવતારમાં સુંદર દેખાય છે. તેની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે. દીપિકા બોલીવુડના ત્રણે ખાન સલમાન, શાહરુખ અને આમિર કરતા દોઢ ઇંચ લાંબી છે.

3. સોનમ કપૂર:
ફિલ્મ સાવરિયાથી બોલીવુડમાં એન્ટ્રી લેનારી સોનમ કપૂર ફિલ્મોમાં કઈ ખાસ આગળ વધી શકી નહીં, પણ તેની ફેશન અને સ્ટાઇલના લોકો ખુબ જ દીવાના છે. સોનમ કપૂનરી હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે.

4. અનુષ્કા શર્મા:
ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા ઘણા સમયથી બોલીવુડથી દૂર છે. અનુષ્કાની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે.

5. કૈટરીના કૈફ:
કૈટરીનાની હાઈટની વાત કરીએ તો તેની હાઈટ 5 ફૂટ, 8.5 ઇંચ છે. કૈટરીના સલમાન ખાન કરતા 0.5 ઇંચ લાંબી છે કેમ કે સલમાની હાઈટ 5.8 ઇંચ છે.

6. બિપાશા બાસુ:
બિપાશા બાસુ પોતાની ફિટનેસ અને હોટનેસ માટે જાણવામાં આવે છે. બિપાશા બાસુની હાઈટ 5 ફૂટ, 8.5 ઇંચ છે.

7. પ્રિયંકા ચોપરા:
પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ સક્રિય છે. તેની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે.

8. શિલ્પા શેટ્ટી:
વધતી ઉંમરની સાથે સાથે શિલ્પાની સુંદરતા પણ વધતી જઈ રહી છે. શિલ્પાની હાઈટ અને બોડી એટલી પરફેક્ટ છે કે તે કોઈપણ અવતારમાં સુંદર જ દેખાય છે. શિલ્પાની હાઈટ 5 ફૂટ અને 7 ઇંચ છે.

9. કરીના કપૂર:
પટૌડીની બેગમ કરીના કપૂરની હાઈટ 5.5 ઇંચ છે. તેને બોલીવુડની સ્ટાઈલિશ દિવા પણ કહેવામાં આવે છે.

10. આલિયા ભટ્ટ:
આલિયાની હાઈટ 5 ફૂટ 3 ઇંચ છે. પોતાની સરખામણીની અભિનેત્રીઓમાં આલિયા સૌથી ઓછી હાઈટ વાળી છે પણ પોતાના ક્યૂટ અંદાઝથી તે ઘણી હિટ ફિલ્મો આપી ચુકી છે.