Dharmik

બુધવારે આ વસ્તુથી બનેલા ગણેશજી પર ચઢાવી દો આ એક વસ્તુ, પછી જુઓ ચમત્કાર

બુધવારનો દિવસ ગણેશજીને પ્રસન્ન કરીને તેની કૃપા મેળળવા માટેનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. જો તમે પણ વિઘ્નહર્તા ગણેશજીની કૃપા મેળવવા માંગો છો તો બુધવારના દિવસે ગાયના છાણ કે પછી લોટમાં હળદર ભેળવીને નાના એવા ગણેશજીનું નિર્માણ કરો. હવે પીળા વસ્ત્ર પર આ મૂર્તિની સ્થાપના કરીને વીઘી અનુસાર તેની પૂજા કરો અને 108 સફેદ દુર્વા ઘાસ(ધ્રોકળ) ને ઇચ્છિત મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરતા અર્પણ કરો. એવું કરવાથી દરેક પ્રકારની મનોકામના પુરી થવા લાગશે.

ઉપર જણાવેલા મુજબ પૂજા કર્યા પછી આ મંત્રનો જાપ કરવાથી ગણેશજી દરેક સમસ્યાઓનો નાશ કરી નાખે છે. આવો તો જાણીએ આ મંત્ર વિશે.

1. ચાલી રહેલા મુકદ્દમામાં સફળતા મેળળવા માટે આ મંત્રનો જાપ 108 વાર કરો.
મંત્ર- ।। ॐ वर वरदाय विजय गणपतये नमः ।।

2. ગણેશજીના આ મંત્રનો જાપ કરવાથી વાદ-વિવાદ, કોર્ટ કચેરીમાં જીત મેળવી શકાય છે.
મંત્ર- ।। ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः ।।

3. આ મંત્રના જાપથી યાત્રામાં સફળતા મળે છે.
મંત્ર- ।। ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा।।

4. આ હરિદ્રા ગણેશ ચમત્કારી મંત્રનો 108 વાર જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
મંત્ર- ।। ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा।।

5. શ્રધ્ધાપુર્વક આ મંત્રનો 1000 વાર જાપ કરવાથી દરેક પ્રકારના ગૃહ કલેશ દૂર થવાની સાથે સાથે ઘરમાં ધન આવકમાં પણ વૃદ્ધિ થવા લાગે છે.
મંત્ર- ।। ॐ ग्लौं गं गणपतये नमः।।

6. આ ગણેશજીના મંત્રથી દરિદ્રતાનો નાશ થવા લાગે છે.
મંત્ર- ।। ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्।।

7. વ્યાપારને લગતી બાધાઓ કે સમસ્યાઓ દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો.
મંત્ર- ।। ॐ गणेश महालक्ष्म्यै नमः ।।

8. આ તાંત્રિક ગણેશ મંત્રનો જાપ કરવાથી અસાધ્ય રોગ પણ ઠીક થવા લાગે છે.
મંત્ર- ।। ॐ गं रोग मुक्तये फट् ।।

9. આ ગણેશમંત્રનો જાપ કરવાથી ઘણી ભૌતિક કે આધ્યાત્મિક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
મંત્ર- ।। ॐ अन्तरिक्षाय स्वाहा ।।

10. આ મંત્રનો જાપ કરવાથી યોગ્ય સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થાય છે.
મંત્ર- ।। गं गणपत्ये पुत्र वरदाय नमः।।